દાહોદ, પંચમહાલ અને નર્મદા જિલ્લામાંથી ખાસ લવાયાં કેસૂડાનાં ફૂલ : ૨૦૦ કિલો ધાણી-ખજૂર, દાળિયાનો ધરાવાયો અન્નકૂટ
કરો અલૌકિક દર્શન
સૌરાષ્ટ્રમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાન મંદિરમાં ગઈ કાલે કેસૂડાનાં કેસરી ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો. ૫૦૦ કિલોથી વધુ કેસૂડાનાં ફૂલો ખાસ દાહોદ, પંચમહાલ અને નર્મદા જિલ્લામાંથી લાવવામાં આવ્યાં હતાં. કેસૂડાનાં ફૂલોના શણગારથી મંદિરમાં કેસરિયો માહોલ છવાયો હતો અને કેસૂડાનાં ફૂલોનો શણગાર નયનરમ્ય લાગતો હતો. કેસૂડાનાં ફૂલોના શણગાર ઉપરાંત હનુમાનદાદાને ૨૦૦ કિલો ધાણી-ખજૂર, દાળિયાનો અન્નકૂટ ધરાવાયો હતો. ભક્તજનોએ હનુમાનજીનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને કેસૂડાનો શણગાર જોઈને ખુશી વ્યક્ત કરી હતી.

