અશોક ભાનુશાલીએ અનોખી લેન્સ ટેક્નૉલૉજી વિકસાવી છે. તેઓએ એવો લેન્સ તૈયાર કર્યો છે કે તેના ઉપયોગથી સાચાં ફૂલો અને પાંદડાં પર પ્રિન્ટ કરવામાં આવે છે. વળી, આ પ્રિંટકામ માટે જે રંગનો ઉપયોગ થાય છે તે પણ છે અશોકભાઈ જાતે જ તૈયાર કરે છે. અશોકભાઈ અને તેમનો પરિવાર અયોધ્યાનાં ફૂલો પર જય શ્રી રામ પ્રિન્ટ કરવા જવાનો છે, આ પહેલા તાજેતરમાં જ સાળંગપુરમાં યોજાયેલા ભવ્ય શતામૃત મહોત્સવમાં તેઓનો પરિવાર પહોંચ્યો હતો. સાળંગપુરની ધરતી પર ચંપાના ઝાડના એક-એક પાંદડા પર તેઓ પ્રિન્ટ કામ કરી રહ્યા છે. અશોક ભાનુશાલીએ પોતાના આ સેવા-યજ્ઞ વિષે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે રોચક વાતો શૅર કરી હતી.
24 November, 2023 04:34 IST | Ahmedabad | Dharmik Parmar