Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > હાર્ટ-અટૅકનું રિસ્ક કોના પર વધુ ગણાય?

હાર્ટ-અટૅકનું રિસ્ક કોના પર વધુ ગણાય?

Published : 05 September, 2025 09:55 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પહેલાં ૫૦ વર્ષથી ઉપરના પુરુષો પર અને ૬૦ વર્ષથી ઉપરની સ્ત્રીઓ પર જ અટૅકનું રિસ્ક વર્તાતું હતું, પરંતુ આજે કોઈ પણ વ્યક્તિને હાર્ટ-અટૅક આવી શકે છે

પ્રતીકાત્મક તસવીર

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર


આપણા સમાજની બદકિસ્મતી એ છે કે હાર્ટ-અટૅક જેવા જીવલેણ રોગનો વ્યાપ ઘણો જ વધી ગયો છે. પહેલાં ૫૦ વર્ષથી ઉપરના પુરુષો પર અને ૬૦ વર્ષથી ઉપરની સ્ત્રીઓ પર જ અટૅકનું રિસ્ક વર્તાતું હતું, પરંતુ આજે કોઈ પણ વ્યક્તિને હાર્ટ-અટૅક આવી શકે છે. આ રિસ્ક બધા પર જ જોવા મળે છે. એનો સીધો અર્થ એ થયો કે દરેક વ્યક્તિએ હાર્ટ-હેલ્થ વિશે જાગૃત થવું જરૂરી છે. રિસ્ક બધા પર હોય છે છતાં અમુક વ્યક્તિઓ એવી છે જેમના પર આ રિસ્ક ઘણું વધારે છે. 

વિજ્ઞાન એ સાબિત કરી ચૂક્યું છે કે જીન્સ  હાર્ટ-પ્રૉબ્લેમ્સમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે કે તમારા પરિવારમાં, ખાસ કરીને માતા કે પિતામાંથી એક વ્યક્તિને કે બન્નેને હાર્ટની તકલીફ હોય તો તમને પણ આ તકલીફ આવી શકવાની પૂરી શક્યતા છે. મોટા ભાગે લોકો એવું વિચારતા હોય છે કે જે પરિવારમાં હૃદયરોગ હોય છે એ પરિવારના સદસ્યોને એ જિનેટિકલી આવે જ છે, પરંતુ અહીં એ પણ વિચારવા જેવું છે કે જીન્સ તો વારસામાં મળ્યા એ બરાબર પણ પરિવારમાં રહેતા સદસ્યોની લાઇફસ્ટાઇલ મોટા ભાગે સરખી હોય છે. ખાવા-પીવાનું, બેઠાડુ જીવન વગેરે પણ સરખાં જ હોવાનાં. બને કે જિનેટિકલી તો તમારા પર રિસ્ક હોય જ, પરંતુ લાઇફસ્ટાઇલ પણ સરખી જ રીતે ખરાબ હોવાને કારણે આ રિસ્ક બેવડાઈ ગયું હોય. 



જે લોકોની લાઇફસ્ટાઇલ ખોટી છે એટલે કે તેમનો ખોરાક યોગ્ય નથી, જેમને સ્મોકિંગ અને આલ્કોહોલની લત છે, જેમને રાત્રે મોડે સુધી જાગવાની આદત છે, જેઓ ખૂબ સ્ટ્રેસ લઈને ફરે છે, જેઓ બેઠાડુ જીવન જીવે છે, જેઓ એક્સરસાઇઝ બિલકુલ કરતા નથી અને એની સાથે-સાથે ઍક્ટિવ લાઇફ પણ જીવતા નથી આ બધા જ લોકો પર હાર્ટ-અટૅકનું રિસ્ક રહે જ છે. પછી એ જિનેટિકલી રિસ્ક ન પણ ધરાવતા હોય તો પણ રહે છે અને જે લોકો આ રિસ્ક ધરાવે છે તેમનું રિસ્ક બેવડાય છે. 


જે લોકોને જિનેટિક રિસ્કને કારણે કે લાઇફસ્ટાઇલ ખોટી હોવાને કારણે જાત-ભાતના રોગો થાય છે જેમ કે ઓબેસિટી, ડાયાબિટીઝ, હાઈ બ્લડપ્રેશર અને હાઈ કૉલેસ્ટરોલ કે ટ્રાઇગ્લિસરાઇડ લેવલ જેવી તકલીફો હોય તો પણ તમારા પર હાર્ટ-અટૅકનું રિસ્ક વધી જાય છે. આ રોગો થાય જ નહીં એવા પ્રયત્નો જરૂરી છે એટલું જ નહીં, જો આ રોગો હોય તો વ્યક્તિએ ખૂબ જ સાવધાની રાખીને આ રોગોને પૂર્ણ કાબૂમાં રાખવામાં. જો આ રોગો કાબૂ બહાર થયા તો ચોક્કસ હાર્ટ-અટૅકનું રિસ્ક વધી જાય છે. એટલે ધ્યાન રાખવું જરૂરી છે. 

- ડૉ. લેખા પાઠક (અનુભવી કાર્ડિયોલૉજિસ્ટ.)


Whatsapp-channel Whatsapp-channel

05 September, 2025 09:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK