તમે ગમે એટલી તકેદારી રાખો પણ હોળી તહેવાર એવો છે કે સામા પક્ષેથી કોઈ આવીને રંગી જાય તો તમે રોકી ન શકો. કેમિકલયુક્ત રંગો પ્રત્યે લોકોની રુઝાન ઘટતી જાય છે એ પછીયે ચેતતો નર સદા સુખી. જાણી લો કે હોળીના નુકસાન કરી શકનારા કેમિકલયુક્ત રંગોથી તમારી સ્કિન, વાળ, આંખ, કાન, ફેફસાં વગેરે મહત્ત્વપૂર્ણ અવયવોનું રક્ષણ કેવી રીતે કરશો
હોળીને ભરપૂર રીતે ત્યારે જ માણી શકાય જ્યારે એ સેફ્ટી સાથે રમવામાં આવે. હોળી રમ્યા પછી જો માંદા જ પડવાના હો તો હોળીની મજા એ માંદગી ખરાબ કરી શકે છે. હોળી પછી જો સ્કિન પર લાલ દાણા ઊભરી આવે કે હેરફૉલની તકલીફ વધી જાય કે આંખમાં ઇન્ફેક્શન થઈ જાય, કાનમાં ધાક પડી જાય કે પછી ઍલર્જી કે અસ્થમાના ઇશ્યુ આવી જાય તો એ હોળી હૅપી તો ન જ ગણી શકાય. એ માટે સૌથી પહેલો મહત્ત્વનો મુદ્દો એ છે કે રંગો પર ભલે વધુ ખર્ચો થાય પણ રંગો એકદમ ઑર્ગેનિક હોવા જરૂરી છે. ઘણા કહે છે કે અમે કેમિકલયુક્ત રંગો લેતા જ નથી, પણ આપણને એ જાણ નથી હોતી કે સસ્તા ગુલાલના નામે વેચાતા દેશી રંગોમાં પણ એટલું જ કેમિકલ નાખવામાં આવે છે. આજે સમજીએ કે જો તકલીફ વગરની એકદમ સેફ હોળી રમવી હોય તો શું ધ્યાન રાખવું જોઈએ.
જાતને કવર-અપ કરીને જજોઆદર્શ રીતે કશું થાય અને એનો ઉપાય કરવો એના કરતાં સાવચેતી રાખવી જરૂરી, જેમાં આખી બાંયનાં અને ફુલ પગ ઢંકાઈ જાય એવાં કપડાં પહેરવાં. વાળ પણ એ રીતે કવર કરવા જેથી કાન પણ ઢંકાઈ જાય. આંખ માટે ગૉગલ્સ વાપરી શકો છો. એક્સપોઝર જેટલું ઘટાડશો એટલા ફાયદામાં રહેશો.
ઍક્સિડન્ટથી બચવા માટે સરેન્ડર કરો એ બેસ્ટકોઈ રંગ લગાવવા આવે અને તમે રંગથી બચવા ભાગો એ જેટલું ફન લાગે છે એટલું જ રિસ્કી છે કારણ કે ભાગવાના ચક્કરમાં કશે વ્યક્તિ અથડાઈ જાય, પડી જાય કે વાગી જાય. આવા ઍક્સિડન્ટ ખૂબ જ સામાન્ય છે. બાળકોને ખાસ શીખવો કે કોઈ રંગ લગાવવા આવે ત્યારે એનો વિરોધ કરવાને બદલે ખુશી-ખુશી રંગ લગાવડાવે. આંખો અને મોઢું એકદમ ભીંસીને બંધ કરી રાખે જેથી રંગ અંદર ન જાય. પછી રંગ લૂછી નાખે કે એની મેળે જ ખરી જાય તો ચાલે. આ રીતે ઍક્સિન્ટથી બચી શકાય છે.
13 March, 2025 06:59 IST | Mumbai | Jigisha Jain