Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

આજની રેસિપી: ખારેક મુખવાસ

Published : 10 April, 2026 11:35 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અહીં શીખો ખારેક મુખવાસ

ખારેક મુખવાસ

ખારેક મુખવાસ


સામગ્રી : ખારેક (સૂકાં ખજૂર) ૨૫૦ ગ્રામ, કાશ્મીરી ચટણી અડધી ટીસ્પૂન, કેસર, મૅન્થોલની રેડીમેડ મસાલા ચટણી એક ટેબલસ્પૂન (કોઈ પણ પાનવાળાને ત્યાં મળી જશે), બદામ ચારથી પાંચ (બારીક કાપેલી), કાશ્મીરી સુગંધી અડધી ટીસ્પૂન

બનાવવાની રીત : સૌપ્રથમ ખારેકને સારી રીતે ધોઈ લો. એને કૂકરમાં મૂકીને ચારથી પાંચ સીટી સુધી વરાળમાં બાફો. ગૅસ બંધ કરી ખારેકને ઠંડી થવા દો. ઠંડી થયા પછી ખારેકમાંથી બી કાઢી નાખો. હવે ખારેકને નાના-નાના પીસમાં કાપી લો. એમાં કાપેલી બદામ ઉમેરો. હવે એમાં મીનાક્ષી ચટણી, કાશ્મીરી ચટણી અને કાશ્મીરી સુગંધી ઉમેરો. બધી સામગ્રીને હાથથી સારી રીતે મિક્સ કરો. તૈયાર મિશ્રણને એક બાઉલમાં ભરીને ફ્રિજમાં એક દિવસ રાખો.  બીજા દિવસે ફરીથી સારી રીતે મિક્સ કરશો એટલે હેલ્ધી અને ટેસ્ટી મુખવાસ તૈયાર થઈ ગયો. એને ઍરટાઇટ કાચની બૉટલમાં સ્ટોર કરો.


Whatsapp-channel Whatsapp-channel

10 April, 2026 11:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK