એમાં તેણે બે મેઇડન ઓવર પણ ફેંકી હતી. અગાઉ ૨૦૨૫માં ભુતાનના પુરુષ સ્પિનર સોનમ યેશેએ મ્યાનમાર સામે ૭ રન આપીને ૮ વિકેટ લીધી હતી.
બ્રાઝિલની પેસ બોલર લૉરા કાર્ડોસો
બ્રાઝિલની પેસ બોલર લૉરા કાર્ડોસો મેન્સ કે વિમેન્સ T20 ઇન્ટરનૅશનલ મૅચમાં ૯ વિકેટ લેનારી પ્રથમ બોલર બની છે. બોટ્સવાનામાં રમાયેલી આ મૅચમાં બ્રાઝિલે ૮ વિકેટે ૨૦૨ રન કર્યા બાદ સાઉથ આફ્રિકન દેશ લેસોથોની મહિલા ટીમને માત્ર ૬.૨ ઓવરમાં ફક્ત ૧૩ રનમાં ઑલઆઉટ કરી દીધી હતી. બ્રાઝિલની મહિલા ટીમે ૧૮૯ રનથી વિશાળ જીત નોંધાવી હતી. આ મૅચમાં ૨૧ વર્ષ ૧૨ દિવસની ઉંમર ધરાવતી આ પેસ બોલિંગ ઑલરાઉન્ડરે લેસોથોની મહિલા ટીમ સામે ૩ ઓવરમાં માત્ર ૪ રન આપીને ૯ વિકેટ ઝડપીને આ સિદ્ધિ મેળવી હતી. એમાં તેણે બે મેઇડન ઓવર પણ ફેંકી હતી. અગાઉ ૨૦૨૫માં ભુતાનના પુરુષ સ્પિનર સોનમ યેશેએ મ્યાનમાર સામે ૭ રન આપીને ૮ વિકેટ લીધી હતી.
