Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > આ છે બિટકૉઇનના સર્જક સાતોશી નાકામોતોનો અસલી ચહેરો?

આ છે બિટકૉઇનના સર્જક સાતોશી નાકામોતોનો અસલી ચહેરો?

Published : 10 April, 2026 07:19 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૭ વર્ષથી જે રહસ્ય છે એ એક વર્ષના સઘન અભ્યાસ પછી ઉકેલી લીધું હોવાનો દાવો કર્યો ‘ધ ન્યુ યૉર્ક ટાઇમ્સ’એ, કહ્યું કે અમેરિકામાં રહેતા પંચાવન વર્ષના ઍડમ બૅક છે બિટકૉઇનના સર્જક

ઍડમ બૅક

ઍડમ બૅક


લગભગ બે દાયકાથી બિટકૉઇન બનાવનારા સાતોશી નાકામોતો હકીકતમાં કોણ છે એનું રહસ્ય હજી સુધી કોઈ કળી શક્યું નથી. હા, આ એક તખલ્લુસ નામ છે એ બધાને ખબર છે; પરંતુ હકીકતમાં બિટકૉઇન સર્જક કોણ છે, ક્યાં રહે છે જે ૧૧૮ અબજ ડૉલરના ખજાના પર બેઠો છે એ અકળ રહસ્ય છે.

બુધવારે, આઠ એપ્રિલે ‘ધ ન્યુ યૉર્ક ટાઇમ્સ’ના એક અહેવાલે ફરી એક વાર રહસ્યમયી બિટકૉઇન ક્રીએટરની ચર્ચા જગાવી છે. આ રિપોર્ટમાં જૉન કૅરીરૉ અને ડાઇલેન ફ્રીડમૅને લગભગ એક વર્ષ સુધી રિસર્ચ અને ૧.૩૪ લાખ પોસ્ટ, ઈ-મેઇલ, કોર્ટ-રેકૉર્ડ અને અનેક ટેક્નિકલ વિશ્લેષણો કર્યા બાદ દાવો કર્યો છે કે પંચાવન વર્ષનો બ્રિટિશ ક્રિપ્ટોગ્રાફર ઍડમ બૅક આ રહસ્યનો સૌથી મજબૂત દાવેદાર છે. 



જોકે ઍડમ બૅક અનેક વાર કહી ચૂક્યા છે કે તે પોતે સાતોશી નાકામોતો નથી. તેમણે ગઈ કાલે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું, ‘હું સાતોશી નથી; પરંતુ હું ક્રિપ્ટોગ્રાફી, ઑનલાઇન પ્રાઇવસી અને ઇલેક્ટ્રૉનિક કૅશની સમાજ પર સારી અસર શરૂ થઈ એ પહેલાંથી આ ક્ષેત્રમાં હતો. ૧૯૯૨થી મને ઈ-કૅશ પર અપ્લાઇડ રિસર્સ અને પ્રાઇવસી ટેક્નૉલૉજીમાં રસ રહ્યો છે.’


બિટકૉઇનની શરૂઆત ૨૦૦૮માં ૯ પેજના એક વાઇટ પેપરથી થઈ હતી, જેમાં એક એવી ડિજિટલ કરન્સીનો આઇડિયા આપવામાં આવ્યો હતો જે કોઈ બૅન્ક કે સરકાર પર નિર્ભર ન હોય. સાતોશી નાકામોતોએ ઈ-મેઇલ અને ઑનલાઇન માધ્યમથી લોકો સાથે વાતચીત કરી, પરંતુ ૨૦૧૧ના ૨૬ એપ્રિલથી તે અચાનક ગાયબ થઈ ગયા. હાલમાં બિટકૉઇન ટ્રિલ્યન ડૉલરનું અર્થતંત્ર બની ચૂક્યું છે, પરંતુ એના ક્રીએટરની ઓળખ હજી સુધી સામે નથી આવી. અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ લોકોનાં નામ સામે આવ્યાં છે, પણ કોઈ માટે ૧૦૦ ટકા પાકા પુરાવા નથી મળ્યા.


Whatsapp-channel Whatsapp-channel

10 April, 2026 07:19 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK