Food Trends 2023 : ક્રિસમસ ફ્રુટકેક હોય કે પછી ફ્યુઝન પેસ્ટ્રી જાણો શું છે ભારતીયોમાં છે સુપરહિટ
પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- Food Trends 2023માં જાણવા મળ્યું ભારતીયોને ભાવે છે કયા પ્રકારની કેક અને પેસ્ટ્રી
- બેકરી ઇન્ડસ્ટ્રીમાં વધી રહ્યો છે ભારતીયોનો રસ
- ટર્કિશ ડેસર્ટ છે ભારતીયોની મનપસંદ
Food Trends 2023 : ક્રિસમસ (Christmas) અને નવું વર્ષ ૨૦૨૪ (New Year 2024)ને બસ ગણતરીના દિવસો બાકી છે. નાતાલ અને નવા વર્ષની મોસમ એટલે સ્વિટ્સ, કેક અને પેસ્ટ્રીની મોસમ. દર વર્ષે ફૂડમાં અનેક વસ્તુ નવી-નવી આવે છે. જેમાંથી કેટલીક દાઢમાં વસી જાય તો કેટલીક ફૂડ આઇટમનો સ્વાદ જીભે ચોંટતો જ નથી. સ્વિટ્સમાં પણ એવું જ છે જે મોઢાને ભાવી જાય તે મનને ફાવી જાય. શીરા અને મોહનથાળની મીઠાઈઓ આરોગતા ભારતીયોનો રસ હવે કેક અને પેસ્ટ્રી તરફ પણ વળ્યો છે. ત્યારે જોઈએ Food Trends 2023માં ભારતીયોને કયા પ્રકારની કેક અને પેસ્ટ્રી ભાવે છે.
એક સમયે પ્રસંગોપાત લક્ઝરી ગણાતી કેક અને પેસ્ટ્રી હવે જાણે દરેક ઉત્વસનો ભાગ બની ગઈ છે. બેકડ ડિલાઇટ્સ તરફ ભારતીયો ધીમે-ધીમે વળી રહ્યાં છે. તેમાં પણ કુશળ બેકર્સનું સર્જનાત્મક યોગદાન સમયાંતરે આ સ્વિટ્સની કેટેગરીમાં પરિવર્તન લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તાજેતરમાં ગોદરેજ ફૂડ ટ્રેન્ડ્સ રિપોર્ટ (Godrej Food Trends Report)માં જાણવા મળ્યું છે કે, ઘરના રસોડામાં પેસ્ટ્રી અને કેકનો પ્રયોગ કરવા માટે લોકોમાં ઉત્સાહ વધી રહ્યો છે. ભારતીય રસોડામાં હવે પરંપરાગત અને આંતરરાષ્ટ્રીય બંને પ્રકારના સ્વાદની કેક અને પેસ્ટ્રીએ સ્થાન મેળવ્યું છે.
ADVERTISEMENT
ભારતીયોને કેવી કેક અને પેસ્ટ્રી ભાવે છે તે ગોદરેજ ફૂડ ટ્રેન્ડ્સ રિપોર્ટમાં જણાવ્યું છેઃ
સાઉથ એશિયન બેક –
લગભગ ૮૮% નિષ્ણાતો ખાતરી આપે છે કે બેકરીઓ રાંધણ ઇકોસિસ્ટમનો આવશ્યક ઘટક બની ગઈ છે. કાશ્મીરમાં કંદૂર, લખનઉમાં, હૈદરાબાદ અને દિલ્હીમાં નનબીસ, ગોવામાં પેડર્સ અને પાઓવાલા, મુંબઈ અને ગુજરાતમાં પાઓવાલા, પારસી અને ઈરાની બેકર્સ સહિત બેકરોના વિશિષ્ટ સમુદાયો ઉભરી આવ્યા છે. આ બેકરીઓ કેક, પેસ્ટ્રી અને બેકિંગની વસ્તુઓ બનાવે છે.
ટર્કિશ/મિડલ ઇસ્ટ બેકડ આઈટમ્સ –
પેનલના ૮૮% સભ્યો સહમત છે કે મિડલ ઇસ્ટ પ્રેરિત સ્વિટ્સ જેમ કે બકલાવા અને કુનાફા લોકપ્રિયતા મેળવી રહ્યા છે. જો કે, ઘણાને સ્વિટ્સ અને સ્પાઇસનું કૉમ્બિનેશન એવી મસાલા, ઉમામી વગેરે ભાવે છે. બેકિંગ વર્કશોપમાં ભાગ લેવામાં પણ લોકોનો રસ વધ્યો છે.
યુરોપિયન પેસ્ટ્રી અને ડેઝર્ટ –
૭૫% નિષ્ણાતો માને છે કે બેકિંગ ઉદ્યોગે ઝડપી વૃદ્ધિ અને પરિવર્તનના વિસ્તૃત અને સમૃદ્ધ તબક્કાને સ્વીકારવું જોઈએ. યુરોપીયન અને અમેરિકન પકવવાની પરંપરાઓમાંથી સ્થાપિત તકોમાં વધુ નવીનતા અને ઉત્ક્રાંતિ હશે.
વાર્ષિક ગોદરેજ ફૂડ્સ ટ્રેન્ડ્સ રિપોર્ટના પરફેક્ટ બાઈટ કન્સલ્ટિંગ અને ક્યુરેટિંગ એડિટરના મેનેજિંગ ડિરેક્ટર રૂશિના મુનશાવ ઘિલડિયાલ કહે છે, ‘ભારતમાં, દરેક ખાસ પ્રસંગ અથવા તહેવાર પર સ્વિટ્સનો આનંદ બધા માણે જ છે. નાતાલની ઉજવણીના આગમન સાથે, અમે પેસ્ટ્રી અને કેકના લેન્ડસ્કેપમાં પરંપરાગત અને વૈશ્વિક પ્રભાવોના આહલાદક મિશ્રણનું અવલોકન કરી રહ્યા છીએ. કોવિડ પછી, ખાસ કરીને, હૉમ બેકર્સ તેમની સર્જનાત્મકતા પ્રદર્શિત કરી રહ્યા છે અને તેમના બેકડ ક્રિએશનમાં વિવિધ પ્રકારના સ્વાદને અપનાવી રહ્યા છે. ગોદરેજ ફૂડ ટ્રેન્ડ્સ રિપોર્ટ સૂચવે છે કે તહેવારોની મોસમમાં સ્વાદિષ્ટ કેક અને પેસ્ટ્રીનો આનંદ માણવાની પરંપરા હવે પહેલા કરતા વધુ મજબૂત છે.’


