Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > તલનું તિલસ્મ : શરીર પરનાં કાળાં ટપકાં ભાગ્યનો કયો સંકેત આપે?

તલનું તિલસ્મ : શરીર પરનાં કાળાં ટપકાં ભાગ્યનો કયો સંકેત આપે?

Published : 01 November, 2026 08:37 AM | IST | Mumbai
Acharya Devvrat Jani | feedbackgmd@mid-day.com

શરીર પર રહેલા તલ પણ ગાઇડન્સનું કામ કરે છે. જોકે એને જાણવું સૌથી વધારે જરૂરી છે. શરીર પરના તલ કદમાં નાના અને ચમકદાર હોય તો શુભ ફળ ઝડપથી આપે; જ્યારે મોટો, રુવાંટીવાળો કે અનિયમિત આકારનો તલ સંઘર્ષ વધારી શકે છે.

પ્રતીકાત્મક તસવીર

શુક્ર-શનિ

પ્રતીકાત્મક તસવીર


માનવશરીર કુદરતે રચેલું એક અદ્ભુત પુસ્તક છે અને સામુદ્રિક શાસ્ત્ર એ પુસ્તકને વાંચવાની અનોખી રીત. ચહેરા પર કે ગળા પાસે ઊપસી આવેલા કાળા કે લાલ તલને મોટા ભાગના બ્યુટીનું એક સાધન માની લે છે, જ્યારે કવિઓએ તો ગાલના તલ પર કવિતાઓ અને ગીતો પણ લખ્યાં છે. જોકે સામુદ્રિક શાસ્ત્ર કહે છે કે શરીર પરનો દરેક તલ માત્ર રૂપ વધારવા માટે નહીં, એ વાસ્તવમાં પૂર્વજન્મનાં સંચિત કર્મો અને ભવિષ્યનાં સુખ-દુઃખનો કોડવર્ડ છે.

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર પુરુષો માટે શરીરનાં જમણા અંગો પર અને સ્ત્રીઓ માટે ડાબા અંગો પર આવેલા તલ વિશેષ શુભ અને ફળદાયી છે. એમ છતાં શરીરના કયા ભાગ પર રહેલો તલ ભાગ્યનો કયો દરવાજો ખોલે છે કે પછી કઈ વાતની સાવચેતી માગે છે એ જાણવા જેવું છે.



ચહેરો અને મસ્તક


કપાળ પર રહેલો તલ વ્યક્તિને દીર્ઘદ્રષ્ટા અને બુદ્ધિશાળી બનાવે છે. આવા લોકો પોતાના નિર્ણયો જાતે લે છે અને સોસાયટીમાં મોટું માન-સન્માન મેળવે છે. જો તલ જમણી બાજુએ હોય તો સંપત્તિવાન બનાવે છે, જ્યારે ડાબી બાજુનો તલ વ્યક્તિને ઉડાઉ બનાવે છે. બે ભ્રમર વચ્ચેનો તલ વ્યક્તિના સુખી અને વૈભવી જીવનનો સંકેત છે. ભ્રમરની જમણી બાજુ તલ હોય તો લગ્નજીવન અત્યંત સુખી રહે છે અને પત્ની કે પતિ તરફથી ભાગ્યોદય થાય છે. આવી વ્યક્તિ બહુ પ્રવાસ કરે છે. નાક પર તલ ધરાવતી વ્યક્તિ અત્યંત તેજસ્વી અને કળાપ્રેમી હોય છે; પરંતુ તેના મિજાજમાં અતિશય ગુસ્સો અને અધીરાઈ જોવા મળે છે, પણ પોતાના લક્ષ્ય પ્રત્યે અડગ રહે છે.

હોઠની આસપાસ કે દાઢી પર નીચેના હોઠ પર તલ હોય તો વ્યક્તિ ફૂડી અને કલાપ્રેમી હોય છે. ઉપરના હોઠ પર તલ હોય તો વ્યક્તિ વાક્છટા અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતી હોય છે. દાઢી એટલે કે ચિન પર તલ ધરાવતી વ્યક્તિ પ્રૅક્ટિકલ અને મહેનતુ હોય છે. આવી વ્યક્તિ ધનવાન બને છે. તેને ક્યારેય ભૌતિક સાધનોની ખોટ નથી પડતી.


ગળું, છાતી અને ખભા

ગળા પરનો તલ સામેની વ્યક્તિને સ્પષ્ટ દેખાતો હોય એવી વ્યક્તિનો અવાજ અત્યંત પ્રભાવશાળી હોય છે. સંગીતકારો, સ્પીકર અને લેખકોમાં આવો તલ જોવા મળતો હોય છે. આવી વ્યક્તિ ભાગ્યશાળી હોય છે. તેને આર્થિક સંકટ લાંબો સમય નડતું નથી.

જમણી છાતી પર તલ હોય તો વ્યક્તિ શાંત, ધાર્મિક અને પરિવારને સુખ આપનારી હોય છે; જ્યારે ડાબી છાતી પરનો તલ વ્યક્તિને વધુ પડતી ઇમોશનલ બનાવે છે, જેને લીધે તે સંબંધોમાં ઘણી વાર છેતરાય છે કે દગો મળે છે.

બન્નેમાંથી કોઈ એક ખભા પર રહેલો તલ જવાબદારીઓનો બોજ સૂચવે છે. જમણા ખભા પર તલ હોય તો વ્યક્તિ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ હિંમતપૂર્વક જવાબદારી ઉપાડે છે અને સફળ થાય છે.

પેટ, પીઠ અને નાભિ

 નાભિની ઉપર કે અંદર તલ હોવો એ રાજભોગ અને સમૃદ્ધિની નિશાની છે. આવા લોકોને સ્વાદિષ્ટ ભોજન અને ભૌતિક સુખ-સગવડો સહજતાથી મળી રહે છે. કરોડરજ્જુની આસપાસ કે પીઠ પર તલ ધરાવતી વ્યક્તિ પ્રવાસપ્રિય અને સાહસિક હોય છે. તે ઘર કરતાં બહાર વધુ સફળ અને લોકપ્રિય બને છે. જોકે તે સ્વભાવે થોડી આળસુ અને વૈભવી જીવન જીવવાનો મોહ ધરાવતી હોય છે.

પેટ પર તલ ધરાવતી વ્યક્તિ સંતોષી હોવાનું દર્શાવે છે. તે અછત વચ્ચે પણ પ્રેમથી અને સંતોષથી રહે છે, જેને લીધે ઘણી વાર બધાને તે આળસુ પણ લાગે છે.

હાથ અને પગ

 મુઠ્ઠી વાળતી વખતે જો તલ હથેળીની અંદર આવી જતો હોય તો તે અખૂટ ધનલાભ અને બચત દર્શાવે છે, પરંતુ જો તલ હથેળીની બહારની સપાટી પર હોય તો વ્યક્તિ મહેનત ખૂબ કરે તો પણ પૈસા ટકાવી શકતી નથી. પગના તળિયામાં તલ હોવો એ ચલિત યોગ બનાવે છે. આવી વ્યક્તિ સતત એક સ્થળેથી બીજે સ્થળે ભ્રમણ કરતી રહે છે. જોકે આ રખડપટ્ટી તેને દુનિયાનો મોટો અનુભવ કરે છે.

નોકરી કે વ્યવસાયમાં વારંવાર બદલાવ પણ પગના તળિયે રહેલો તલ સૂચવે છે.

 

Whatsapp-channel Whatsapp-channel

01 November, 2026 08:37 AM IST | Mumbai | Acharya Devvrat Jani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK