એક વીક પહેલાં આઇઝનકોટે કહેલું કે હું કાર્યવાહક વડા પ્રધાનની ચાલમાં નહીં ફસાઉં, પરંતુ પોતાના જ પક્ષના અન્ય નેતાઓ આરબ પક્ષોનું સમર્થન સ્વીકારવા તૈયાર ન હોવાથી નેતન્યાહુની એન્ટ્રી
બેન્જામિન નેતન્યાહુ અને ગાદી આઇઝનકોટ
ઇઝરાયલની આગામી સરકાર રચવાની જવાબદારી સંભાળી રહેલા મધ્યવાદી પક્ષ યશરના નેતા ગાદી આઇઝનકોટે કાર્યકારી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના જમણેરી પક્ષ લિકુડને ગઠબંધન માટેની વાતચીત માટે આમંત્રણ આપ્યું છે. રવિવારથી શરૂ થયેલી આ વાતચીત શક્ય એટલી જલદી સરકાર રચવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. નેતન્યાહુ રાષ્ટ્રીય એકતા સરકારની રચના માટે સખત આગ્રહ રાખી રહ્યા છે; તેમના મતે ઇઝરાયલની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આવી સરકાર જરૂરી છે.
ઑક્ટોબરની ચૂંટણીમાં કોઈ પણ જૂથને સ્પષ્ટ બહુમતી નહીં મળતાં નેતન્યાહુના સ્થાને નવી સરકાર રચવા માટે ભૂતપૂર્વ લશ્કરી વડા આઇઝનકોટ પાસે ડિસેમ્બર મહિના સુધીનો સમય છે.
આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે આઇઝનકોટના રાજકીય જૂથમાં મતભેદો સર્જાયા છે; આ મતભેદો એ બાબતે છે કે શું અલ્ટ્રા-ઑર્થોડૉક્સ (કટ્ટર ધાર્મિક) પક્ષો કે આરબ-બહુલ જૂથો સાથે ગઠબંધન કરવું કે પછી નેતન્યાહુના જૂથ સાથે મળીને રાષ્ટ્રીય એકતા સરકારની રચના કરવી જોઈએ કે નહીં.
ADVERTISEMENT
આઇઝનકોટે સંકેત આપ્યો છે કે તેઓ નેતન્યાહુના લિકુડ પક્ષના સભ્યો સાથે મળીને સરકાર રચવા માટે તૈયાર થઈ શકે છે, પરંતુ તેમણે અગાઉ જ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ નેતન્યાહુના નેતૃત્વ હેઠળની સરકારમાં કામ નહીં કરે.
