કોરોના રિપ્લેસમેન્ટ...
મલઇકા અરોરા, નોરા ફતેહી
ડાન્સ રિયલિટી શો ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ના સેટ પર બે સ્પર્ધકો તથા જજ મલઇકા અરોરાને કોરોના હોવાથી તેઓ હાલ શોમાં જોવા નહીં મળે. મલઇકા ઉપરાંત અર્જુન કપૂર પણ કોરોના-પૉઝિટિવ હોવાથી બન્ને હોમ-ક્વૉરન્ટીન થયાં છે. ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’નાં હોસ્ટ ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયાની કોરોના-ટેસ્ટ નેગેટિવ આવતાં મેકર્સે વધુ સાવચેતી સાથે શોનું શૂટિંગ આગળ ધપાવવાનું નક્કી કર્યું છે.
મલઇકા અરોરા હાલમાં જજની ભૂમિકા નહીં કરી શકે એટલે એની જગ્યાએ ડાન્સર અને અભિનેત્રી નોરા ફતેહી સ્પેશ્યલ જજ તરીકે જોવા મળશે. આટલા ઓછા સમયમાં અન્ય કોઈ જજને અપ્રોચ કરવા મુશ્કેલ હતા અને નોરા અગાઉ પણ શોમાં આવી ચૂકી છે એટલે નિર્માતાઓને બહુ મુશ્કેલી ન પડી. મલઇકા અરોરા સ્વસ્થ થઈને શોમાં પાછી જોવા મળશે.

