Purushottam Upadhyay Passed away: નંદિની ત્રિવેદી, ઉદય મજમુદાર, નિશા ઉપાધ્યાય કાપડિયા અને પાર્થ ઠક્કર જેવા કલાકારોએ ગુજરાતી સંગીતના મહારથી સાથેની તેમની યાદો શૅર કરી પુરુષોત્તમ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલી અર્પણ કરી છે.
પુરુષોત્તમ ઉપાધ્યાય અને નંદિની ત્રિવેદી (ડાબે) અને પુરુષોત્તમ ઉપાધ્યાય અને નિશા ઉપાધ્યાય (જમણે)
પદ્મશ્રી ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાયના (Purushottam Upadhyay Passed away) નિધનથી જાણે ગુજરાતી સુગમ સંગીતનો સૂર્યાસ્ત થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે, પણ તેઓ તેમના સંગીત વડે લોકોના મનમાં હંમેશા જીવંત રહેશે. પુરુષોત્તમ ઉપાધ્યાયના દુઃખદ નિધન પર ગુજરાતી કલા અને સાહિત્ય જગતના અનેક દિગ્ગજ કલાકારોએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરીને તેમની લાગણીઓ વ્યક્ત કરી છે. નંદિની ત્રિવેદી, ઉદય મજમુદાર, નિશા ઉપાધ્યાય કાપડિયા અને પાર્થ ઠક્કર જેવા કલાકારોએ ગુજરાતી સંગીતના મહારથી સાથેની તેમની યાદો શૅર કરી પુરુષોત્તમ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલી અર્પણ કરી છે.
પુરુષોત્તમ ઉપાધ્યાય બાબતે નંદિની ત્રિવેદી (Purushottam Upadhyay Passed away) કહે છે કે “પુરુષોત્તમભાઈ મારે માટે એક સ્વજન હતા. તેમણે મારા પુસ્તક અનાવરણના કાર્યક્રમો હોય કે બીજી બાબતો તેમના આશીર્વાદ હંમેશા મારી સાથે રહ્યા છે. મારા દરેક બૂક લોન્ચ ઈવેન્ટમાં તેઓ ચોક્કસ હાજર રહે છે. તેઓ એક ઉત્તમ ગાયક હોવાની સાથે તેમનું સેન્સ ઑફ હુમર પણ ખૂબ જ સરસ હતું અને મને તેમની પાસેથી સંગીત શીખવાની તક મળી છે. હું સારું ગાઉં છું એવું તેમણે મને કહ્યું હતું અને તેમણે જ મને તેમની સાથે સંગીત શીખવાની તક આપી અને તે તેમની ઉદારતા અને મહાનતા હતી. તેમની ગઝલ હોય કે પછી ગુજરાતી સુગમ સંગીત હોય, કવિતાઓ હોય કે તેમનું ગાયન આ બધુ એકસાથે આવે ત્યારે એક શ્રેષ્ટ કલાકારનો જન્મ થાય એવું કહી શકાય”.
ADVERTISEMENT
“તેઓ મારી માટે એક લિવિંગ લેજન્ડ હતા અને કલાકારો ક્યારે મરતા નથી અને તેઓ તેમના સંગીત દ્વારા તેઓ અમર રહેશે” એમ નંદિની ત્રિવેદીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને કહ્યું હતું. લતા મંગેશકરે (Purushottam Upadhyay Passed away) ગાયેલું સૌથી પહેલું ગુજરાતી ગીત ‘હૈયાને દરબાર’ જેનું સ્વરણાંકન પુરુષોત્તમ ઉપાધ્યાયે કર્યું હતું મને સૌથી વધુ ગમે છે કારણ કે આ ગીત લતાદીદીને પણ ખૂબ જ ગમ્યું હતું અને તેમણે પુરુષોત્તમ ઉપાધ્યાય પાસેથી આ શીખીને ગાયું હતું.” નંદિની ત્રિવેદીએ કહ્યું કે તેમણે ‘હૈયાને દરબાર’ નામની હાલમાં જ એક પુસ્તક લખી છે. આ સાથે મને તેમની ‘મેં ત્યજી તારી તમન્ના’ એ મારી પ્રિય ગઝલ છે અને ‘આભ ને ઘડૂલે’, ‘માંડવાની જૂઈ જેવા અસંખ્ય લોકપ્રિય ગીતોની યાદી છે”.
નિશા ઉપાધ્યાય કાપડિયા કહે છે કે “પુરુષોત્તમ ઉપાધ્યાય (Purushottam Upadhyay Passed away) મને તેમની ત્રીજી દીકરી કહેતા હતા, અને મને લોકો તેમની દીકરી છો? એવું અનેક વખત પૂછ્યું છે. તેઓ ભલે મારા પિતા ન હતા પણ મારી માટે સંગીત ક્ષેત્રે તો તેઓ દરેક માટે આદરણીય હતા. તેઓ મને તેમની ત્રીજી દીકરી ગણાવતા અને હંમેશા કહેતા કે હું એકદમ સુરીલું ગાઉં છું અને આજે તેમના નિધનથી જાણે સુગમ સંગીત સૂનું થઈ ગયું છે.” ‘સૂકી જગતની ડાળ તણા’ અને ‘હવે પાપણોમાં અદાલત ભરાશે’ જેવા પુરુષોત્તમ ઉપાધ્યાયના ગીતો મારા ખૂબ જ ગમતીલા છે.
ઉદય મજુમદારે (Purushottam Upadhyay Passed away) કહ્યું કે “પુરુષોત્તમ ઉપાધ્યાયના સંગીતે અમારામાં સંસ્કારોનું સિંચન કર્યું છે. મારી માતા સાથે તેમણે અનેક સંગીતો કાર્યક્રમો સાથે કર્યા છે અને તે સાંભળીને મારો ઉછેર થયો છે. અમારી વચ્ચે પરિવાર જેવો સંબંધ હતો અને તેઓ બીજા કેટલાકનું નામ ભૂલી જતાં હતા પણ હું જ્યારે પણ તેમને મળવા જાઉં કે મળું ત્યારે તેમને મારું નામ ચોક્કસ પણે યાદ હોય જ.” ઉપાધ્યાય સાહેબનું ‘કહું છું જવાનીને’, ‘મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી’ અને મોહમ્મદ રફીએ તેમના ગાયેલા પણ અનેક ગીતો મારા મનપસંદ છે.
ગુજરાતી ફિલ્મોના મ્યુઝિક કમ્પોઝર અને સિંગર પાર્થ ઠક્કરે (Purushottam Upadhyay Passed away) પણ પુરુષોત્તમ ઉપાધ્યાયને યાદ કર્યા કહ્યું કે “‘હે રંગલો’, ‘કહું છુન જવાની ને’, ‘સાયબો મારો ગુલાબનો છોડ’ કે બીજા ઘણા ગીતો જે મેં તેમના અવાજમાં પહેલીવાર સાંભળ્યા! સુપ્રસિદ્ધ પુરષોત્તમ ઉપાધ્યાયનું ગુજરાતી સુગમ અને ફિલ્મ સંગીતમાં પ્રદાન અતુલ્ય છે! તેઓ તેમના સંગીત દ્વારા આપણા હૃદયમાં હંમેશ માટે જીવંત રહેશે. અમને હંમેશા પ્રેરણા આપવા બદલ આભાર.”