Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Viren Chhaya

લેખ

સાયકૉલૉજિસ્ટ નિરા પટેલ (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

Mast Rahe Mann: ફોબિયા માટેનો ઈલાજ શું? જાણો સાયકૉલૉજિસ્ટ નિરા પટેલ પાસેથી

Mast Rahe Mann: નિરા પટેલે ફોબિયા અને ભય વચ્ચેનો તફાવત, ફોબિયાની શરૂઆત કેવી રીતે થાય છે અને ફોબિયામાં કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે, તે બાબતે જણાવ્યું હતું. જેથી આજના એપિસોડમાં આપણે જાણીશું ફોબિયા માટેની સારવાર અને તે બાબતે લોકો શું વિચારે છે.

11 March, 2025 07:00 IST | Mumbai | Viren Chhaya
CMT, MSTA મિલન વૈષ્ણવ (તસવીર ડિઝાાઈન: કિશોર સોસા)

શૅર બજારમાં ફ્રેશરનું પહેલું પગલું શું હોવું જોઈએ? જાણો મિલન વૈષ્ણવ પાસેથી

Paisa Ni Vaat: આગામી એપિસોડમાં પણ આપણે CMT, MSTA મિલન વૈષ્ણવ પાસેથી જાણીશું મ્યુચ્યુઅલ ફંડ્સ અને ક્રિપ્ટો ટ્રેડિંગ બાબતે. જેમાં તેઓ મ્યુચ્યુઅલ ફંડ્સ અને તેની સાથે સંકળાયેલા જોખમો તેમ જ ક્રિપ્ટો ટ્રેડિંગ શું છે તે બાબતે સમજાવશે.

04 March, 2025 06:58 IST | Mumbai | Viren Chhaya
CMT, MSTA મિલન વૈષ્ણવ (તસવીર ડિઝાાઈન: કિશોર સોસા)

Paisa Ni Vaat: શૅર બજારની સૌથી મોટી માન્યતા શું? જાણો મિલન CMT વૈષ્ણવ પાસેથી

Paisa Ni Vaat: મિલન વૈષ્ણવ કહે છે આ બાબતે સૌથી મોટી માન્યતા એ છે કે શૅર બજાર પૈસાદાર બનવાનો ઝડપી રસ્તો છે. ખરેખર તો સફળતા શિસ્તબદ્ધ રોકાણથી જ મળે છે. તે બાદ રિસ્ક મૅનેજમેન્ટ અને લાંબા સામે સુધી ધીરજ રાખવી, બજારો વ્યૂહરચના અને જ્ઞાનને પુરસ્કાર આપે છે.

19 February, 2025 06:58 IST | Mumbai | Viren Chhaya
સાયકૉલૉજિસ્ટ નિરા પટેલ (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

Mast Rahe Mann: ફોબિયા માત્ર ભય નથી! જાણો તે કેવી રીતે વિકસે છે અને તેના લક્ષણો

Mast Rahe Mann: આજના એપિસોડમાં આપણે જાણ્યું કે ફોબિયા શું છે અને તેમાં કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે.  જેથી આપણે આવતા એપિસોડમાં આપણે જાણીશું કે ફોબિયા માટેની સારવાર અને તે બાબતે લોકો શું વિચારે છે.

29 January, 2025 01:45 IST | Mumbai | Viren Chhaya

ફોટા

મૅન્ટાસ્ટિકના આજના એપિસોડમાં આપણે મળીશું ભાવિક હરિયાને (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

Mantastic: વિદેશની ધરતી પર ભજનની ધૂણી ધખાવી રહ્યો છે ગુજરાતી યુવાન ભાવિક હરિયા

એક હિન્દી ફિલ્મનો ખૂબ જ જાણીતો સંવાદ છે "મર્દ કો કભી દર્દ નહીં હોતા." પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછાં લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી પણ તમામ મર્દ દર્દ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યા છે તેમની વાત તમારાં સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ `મૅન્ટાસ્ટિક`. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી નવો ચીલો ચાતર્યો હોય. `મૅન્ટાસ્ટિક`ના આજના એપિસોડમાં આપણી સાથે છે ભાવિક હરિયા, જે ‘કીપ ધ ભજન્સ અલાઈવ’ એટલે કે ‘ભજનોને જીવંત રાખો’ના એક મિશન સાથે નીકળી પડ્યો છે. આ મિશન પાછળનો તેનો હેતુ યુવા પેઢીમાં આપણા સાંસ્ક્રુતિક ભજનો પ્રત્યે રસ લાવવાનો છે, જેમાં તે સફળ પણ થઈ રહ્યા છે. ઇંગ્લૅંડમાં જન્મેલા અને ઉછરેલા ભાવિક હરિયાએ ભારત સહિત વિદેશોમાં પણ લોકોને ભજનની ધૂન લગાવી છે. તો ચાલી જાણીએ તેના આ રસપ્રદ સફર વિશે.

02 April, 2025 01:22 IST | Mumbai | Viren Chhaya
વેબ સિરીઝ રિલીઝ થયા બાદ છવાઈ ગઈ કશ્વી

7 વર્ષની વયે વરુણ ધવનની દીકરીનો રોલ કરી સ્ટાર બની ગઈ ગુજરાતી ગર્લ કશ્વી મજમુનદાર

ઓટીટી પ્લેટફોર્મ પરની ફિલ્મો હોય કે પછી વેબ સિરીઝ, તેમાં ઘણા નવા કલાકારોની કુશળતા કરોડો લોકો સુધી પહોંચે છે. એવી જ રીતે ઘણાં શોઝ અને તેને લીધે કલાકારો ખૂબ જ લોકપ્રિય બને છે. આજે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે એવી જ એક બાળ કલાકાર કશ્વી મજમુનદાર જોડાઈ છે જેણે પોતાની જર્ની શૅર કરી છે. કશ્વીએ 7 વર્ષની વયે ઓટીટી પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયોઝ પર રિલીઝ થયેલી ‘સિટાડેલ હની બની’ દ્વારા પોતાના ઍક્ટિંગ કરિઅરની શરૂઆત કરીને છવાઈ ગઈ. ‘સિટાડેલ હની બની’આ હૉલિવૂડના રુસો બ્રધર્સની `સિટાડેલ`ની પ્રિક્વલ છે જેમાં કશ્વીએ પ્રિયંકા ચોપરાના બાળપણનું પાત્ર નાડીયાનો રોલ કર્યો હતો. તો ચાલો જાણીએ કેવો રહ્યો કશ્વીનો અનુભવ...

02 April, 2025 07:00 IST | Mumbai | Viren Chhaya
 હર્ષ ઉપાધ્યાય

Photos: ટીવી શોથી બૉલિવૂડની આ ફિલ્મો સુધી ભરૂચના હર્ષ ઉપાધ્યાયના મ્યુઝિકની ચર્ચા

બૉલિવૂડ ફિલ્મોના મ્યુઝિક અને ગીતોએ દુનિયાભરમાં પોતાની એક અલગ છાપ છોડી છે. એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં મ્યુઝિક ક્ષેત્રે એક નવું નામ આગળ આવ્યું છે, જેણે ફિલ્મો અને ડાન્સ રિયાલીટી ટીવી શોઝમાં પોતાના મ્યુઝિકની એક અલગ ઓળખ નિર્માણ કરી છે. ગુજરાતના ભરુચથી આવેલા હર્ષ ઉપાધ્યાયે બૉલિવૂડમાં મ્યુઝિક કમ્પોઝર તરીકે કેવી રીતે પોતાનું નામ બનાવ્યું તેની સફર તેણે ગુજરાતી મિડ-ડે ડોટ કૉમ સાથે શૅર કરી છે.

02 April, 2025 06:59 IST | Mumbai | Viren Chhaya
સ્વાસ્થ્યાસનના એકતાલીસમા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: ‘હેપ્પી બેબી પોઝ’ જેટલું અનોખું નામ એટલા જ ઉત્તમ શારીરિક-માનસિક લાભ

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘આનંદ બાળાસન’ જેને ‘હેપ્પી બેબી પોઝ’ પણ કહેવાય છે, તેના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. રીલ જોવા અહીં ક્લિક કરો.

27 March, 2025 03:10 IST | Mumbai | Viren Chhaya
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK