Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Gujarati Drama

લેખ

પ્રવીણ સોલંકી, વિપુલ મહેતા, ખંજન ઠુંબર

રંગભૂમિ બની ગઈ છે આજે નંગભૂમિ

થિયેટર વિશે ત્રણેય પેઢીએ જે વાત કરી એનો સૂર એ જ છે કે હવે ડેડિકેશનનો અભાવ છે અને ઓલ્ડ વૉઝ ગોલ્ડ

29 March, 2025 07:36 IST | Mumbai | Rashmin Shah
લીલી પટેલ, સનત વ્યાસ

શનિવારે વિશ્વ રંગભૂમિ દિવસની કાંદિવલીમાં થશે ભવ્ય ઉજવણી

ખૂબ જ પ્રસિદ્ધ અને સફળ નાટક ‘કાકાની શશી’નું એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીનાં અનુસ્નાતક ગુજરાતી વિભાગ સંચાલિત ‘અશ્વજ્યોત મહિલા થિયેટર’ દ્વારા મંચન કરવામાં આવશે.

27 March, 2025 03:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડૉ. કવિત પંડ્યા

સાહિત્ય સંસદમાં કાલે ડૉ. કવિત પંડ્યા‍ સ્વલિખિત ‘ભવાઈ: નાટ્યદર્પણ’નું પઠન કરશે

સાહિત્ય સંસદમાં ગુરુવાર, ૨૦ માર્ચે સાંજે ૭ વાગ્યે ડૉ. કવિત પંડ્યા સ્વલિખિત ‘ભવાઈ : નાટ્યદર્પણ’નું પઠન કરશે. સૌ સાહિત્યપ્રેમીઓને સહભાગી થવા નિમંત્રણ છે.

20 March, 2025 07:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજીવ મહેતા

મા પાસેથી વારસામાં મળેલા સંગીતને ન નિભાવી શક્યાનો અફસોસ છે રાજીવ મહેતાને

નાટકો,  ફિલ્મો અને ટીવી-સિરિયલોમાં ઍક્ટિંગ કરવામાં વ્યસ્ત બની જનાર રાજીવ મહેતાને ૭૪ વર્ષની ઉંમરે એ અફસોસ છે કે તેમણે સંગીત છોડી દીધું હતું

01 March, 2025 06:00 IST | Mumbai | Jigisha Jain

ફોટા

સાત્વી ચોક્સી

દેશી મીઠાઈ અને દેશી ભોજન જેવું સુખ જગતમાં બીજે ક્યાંય ન મળેઃ સાત્વી ચોક્સી

ફૂડ અને ફિલ્મસ્ટાર - આ એક એવો વિષય છે જે હંમેશા કૂતુહલ જગાડે. આપણા મનગમતા એક્ટર્સ સવારે ઉઠીને ચા કે કૉફી પીતાં હશે કે પછી નારિયેળ પાણી? કે પછી ગોખરું અને આમળાંના પાવડર વાળો ઉકાળો? એમના ફૂડ ક્રેવિંગ્ઝ કોઇ ફાઇવ-સ્ટાર હોટેલના ફેન્સી ફૂડના હશે કે પછી વડા-પાંવ અને સેવ પુરીના હશે? આપણે ઘણીવાર આપણા ગમતા એક્ટર્સની તસવીરો કે વીડિયો અમુક રેસ્ટોરન્ટ્સની બહાર જોઇએ તો આપણને એમ થાય કે ચાલો આપણે પણ ત્યાં એક આંટો મારી આવીએ. આમ તો ફિલ્મસ્ટાર્સ પણ તમારી-મારી જેમ જ ફૂડના રસિયા હોય છે પણ માળું તેમની પ્રોફેશનને કારણે ક્યારેક તેમણે ડાયટ પર ઉતરી જઇને વજન ઉતારવું પડે તો ક્યારેક વજન વધારવાનું હોય તો આંકરાતિયાની જેમ ખાવું ય પડે. શૂટ માટેના ટ્રાવેલિંગમાં નવા પ્રકારની ડિશીઝ ટ્રાય કરવાથી માંડીને ઘરની ખિચડીને ચાહનારા ફૂડી એક્ટર્સની પ્લેટ અને પૅલેટ બંન્નેને ઓળખીએ. ઘણીવાર શૂટિંગ દરમિયાન મનગમતું ભોજન ખાવા મળે છે તો ક્યારેય ભુખ્યા રહેવાનો પણ સમય આવે છે. ઘણીવાર શૂટિંગના સ્થળોની આસપાસના ફૂડ જોઈન્ટ્સ એક્સપ્લોર કરે છે. ફિલ્મસ્ટારના ફૂડ પ્રત્યેના પ્રેમ અને તેમના મનપસંદ ફૂડ જોઈન્ટ વિશે તમે પણ જાણી શકો તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે, સાપ્તાહિક કૉલમ ‘ફૂડ, ફન એન્ડ ફિલ્મસ્ટાર’. ‘હલકી ફુલકી’, ‘સંઘવી એન્ડ સન્સ’ જેવી ગુજરાતી ફિલ્મો અને અનેક નાટકોમાં અભિનય કરનાર અભિનેત્રી સાત્વી ચોક્સી આજે આપણી સાથે તેમનો ફૂડ પ્રેમ શૅર કરે છે.

01 February, 2025 12:25 IST | Mumbai | Rachana Joshi
ફિલ્મમેકર અભિષેક શાહ

એક કપ ગરમાગરમ ચા વગર મારી સવાર જ નથી પડતીઃ અભિષેક શાહ

ફૂડ અને ફિલ્મસ્ટાર - આ એક એવો વિષય છે જે હંમેશા કૂતુહલ જગાડે. આપણા મનગમતા એક્ટર્સ સવારે ઉઠીને ચા કે કૉફી પીતાં હશે કે પછી નારિયેળ પાણી? કે પછી ગોખરું અને આમળાંના પાવડર વાળો ઉકાળો? એમના ફૂડ ક્રેવિંગ્ઝ કોઇ ફાઇવ-સ્ટાર હોટેલના ફેન્સી ફૂડના હશે કે પછી વડા-પાંવ અને સેવ પુરીના હશે? આપણે ઘણીવાર આપણા ગમતા એક્ટર્સની તસવીરો કે વીડિયો અમુક રેસ્ટોરન્ટ્સની બહાર જોઇએ તો આપણને એમ થાય કે ચાલો આપણે પણ ત્યાં એક આંટો મારી આવીએ. આમ તો ફિલ્મસ્ટાર્સ પણ તમારી-મારી જેમ જ ફૂડના રસિયા હોય છે પણ માળું તેમની પ્રોફેશનને કારણે ક્યારેક તેમણે ડાયટ પર ઉતરી જઇને વજન ઉતારવું પડે તો ક્યારેક વજન વધારવાનું હોય તો આંકરાતિયાની જેમ ખાવું ય પડે. શૂટ માટેના ટ્રાવેલિંગમાં નવા પ્રકારની ડિશીઝ ટ્રાય કરવાથી માંડીને ઘરની ખિચડીને ચાહનારા ફૂડી એક્ટર્સની પ્લેટ અને પૅલેટ બંન્નેને ઓળખીએ. ઘણીવાર શૂટિંગ દરમિયાન મનગમતું ભોજન ખાવા મળે છે તો ક્યારેય ભુખ્યા રહેવાનો પણ સમય આવે છે. ઘણીવાર શૂટિંગના સ્થળોની આસપાસના ફૂડ જોઈન્ટ્સ એક્સપ્લોર કરે છે. ફિલ્મસ્ટારના ફૂડ પ્રત્યેના પ્રેમ અને તેમના મનપસંદ ફૂડ જોઈન્ટ વિશે તમે પણ જાણી શકો તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે, સાપ્તાહિક કૉલમ ‘ફૂડ, ફન એન્ડ ફિલ્મસ્ટાર’. નેશનલ એવૉર્ડ વિજેતા ફિલ્મમેકર અભિષેક શાહ આજે આપણી સાથે તેમનો ફૂડ પ્રેમ શૅર કરે છે.

04 January, 2025 10:01 IST | Mumbai | Rachana Joshi
મૅન્ટાસ્ટિકના આજના એપિસોડમાં આપણે મળીશું અસિત વ્યાસને (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

Mantastic: અસિત વ્યાસની `પેપર ફ્લાવર્સ` ફિલ્મના મેકિંગ સુધીની પ્રેરણાત્મક સફર

એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે દર્દ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. બૉલિવૂડ અને હૉલિવૂડમાં એકદમ અનોખા મુદ્દે ફિલ્મો બની છે અને તેમાંથી કેટલીક ફિલ્મો તેની સારી અને યુનિક સ્ટોરીને કારણે લોકોના મનમાં વસી જાય છે. આજે ‘મૅન્ટાસ્ટિક’માં આપણી સાથે એક એવી વ્યક્તિ છે જેમણે વિદેશમાં રહેતા ગુજરાતી છોકરાના જીવન પર ફિલ્મ બનાવી જે હવે લોકોના મનમાં વસી ગઈ છે. અસિત વ્યાસે આ ફિલ્મ બનાવી છે. અસિત મૂળ અમદાવાદના છે, પણ હાલ અમેરિકામાં રહે છે. તો ચાલો જાણીએ અમેરિકામાં ઍક્ટિંગ શીખવા ગયેલા અસિત વ્યાસની એક્સાઇટિંગ જર્ની વિશે.

25 December, 2024 01:03 IST | Mumbai | Viren Chhaya
કલાકારોની યાદોના સંભારણાં

સુરોત્તમ, સર્વોત્તમ, પુરષોત્તમઃ સુગમ સંગીતના બાદશાહને યાદ કરી ભાવુક થયાં કલાકારો

‘સુરોત્તમ, સર્વોત્તમ, પુરષોત્તમ’નું જેમને બિરુદ મળ્યું છે તેવા પદ્મશ્રી (Padma Shri) એવોર્ડ વિજેતા પુરુષોત્તમ ઉપાધ્યાય (Purshottam Upadhyay)એ ૯૦ વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. ગુજરાતી સુગમ સંગીતનો સુર્યોદય કરનાર પુરુષોત્તમ ઉપાધ્યાયના નિધનથી સહુ કોઈ દુઃખી છે. ગુજરાતી ગાયકો અને કલાકારોને પણ તેમના નિધનથી આંચકો લાગ્યો છે. અનેક કલાકારોએ સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા પુરુષોત્તમ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલી આપી છે. (તસવીરોઃ સેલેબ્ઝના સોશ્યલ મીડિયા અકાઉન્ટ)

12 December, 2024 02:30 IST | Mumbai | Rachana Joshi

વિડિઓઝ

રતનબાઈ પેટીટ - જિન્નાની બીજી પત્ની હોવાના દાયરાની બહાર ખિલેલું `બોમ્બે ફ્લાવર`

રતનબાઈ પેટીટ - જિન્નાની બીજી પત્ની હોવાના દાયરાની બહાર ખિલેલું `બોમ્બે ફ્લાવર`

બોમ્બે ફ્લાવર નાટક 26મી માર્ચે એનસીપીએ દ્વારા પ્રસ્તુત થશે અને તેના ડાયરેક્ટર છે આઇડિયાઝ અનલિમિટેડના મનોજ શાહ. રતનબાઈ પેટીટનું પાત્ર ભજવે છે જાણીતી અભિનેત્રી ભામિની ઓઝા ગાંધી. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે મનોજ શાહ, ભામિની ઓઝા ગાંધીની સાથે જોડાયા નાટકના લેખક ગીતા માણેક. શા માટે મોહંમદ અલી જિન્નાનાં બીજા પત્નીથી ઓળખાતાં રતનબાઈ પેટીટ પર આ નાટક બનાવવાનું નક્કી કરાયું, શા માટે તેને પરફોર્મ કરવું અઘરું હતું અને લેખન કાર્યમાં આવી શું મુશ્કેલીઓ? આ રસપ્રદ સવાલોના જવાબ માટે જુઓ આ વિશેષ મુલાકાત.

27 March, 2023 03:13 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK