મંદિર અને દેરાસર સાથે આસ્થા જોડાયેલી હોય છે એટલે ત્યાં વપરાયેલી તમામ સામગ્રીને પણ અતિશય કીમતી માનીને આગળ વધવાની જવાબદારી સંભાળવી થોડું અઘરું છે
અરાઉન્ડ ધી આર્ક
હસ્તગિરિ જૈન તીર્થનું આ દૃશ્ય આંખને જ નહીં, મનને પણ શાતા પહોંચાડે છે.
આપણે વાત કરીએ છીએ પાલિતાણાના હસ્તગિરિ જૈન તીર્થની. હસ્તગિરિ તીર્થની ટોચ પરથી એક બાજુ શેત્રુંજયનાં દર્શન થાય છે. આ સ્થાનને દેરાસર કહેવાને બદલે તીર્થ તરીકે ઓળખવામાં આવે છે એનું મુખ્ય કારણ એ કે ત્યાં મૂળનાયક આદેશ્વર ભગવાનની સાથોસાથ જૈન ધર્મના અન્ય તીર્થંકરને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ તીર્થમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે એની વાત કરું.