ઇવેન્ટની શાઇન બ્રાઇટર ટુગેધરની થીમ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં બ્રિટિશ રૉક બૅન્ડ કોલ્ડપ્લેનો સિંગર ક્રિસ માર્ટિન પણ હાજર રહ્યો હતો.
સચિન તેન્ડુલકર, અંજલી તેન્ડુલકર, સારા તેન્ડુલકર, ક્રિસ માર્ટિન
જરૂરિયાતમંદ અને વંચિત બાળકોના ભવિષ્યને આકાર આપવા અને તેમના આત્મવિશ્વાસને વધારવા માટે કાર્ય કરતા સચિન તેન્ડુલકર ફાઉન્ડેશન (STF)ના હાલમાં પાંચ વર્ષ પૂરાં થયાં છે. તેન્ડુલકર ફૅમિલીએ મુંબઈમાં નાના પાયે STFની પાંચમી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. આ ઇવેન્ટની શાઇન બ્રાઇટર ટુગેધરની થીમ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં બ્રિટિશ રૉક બૅન્ડ કોલ્ડપ્લેનો સિંગર ક્રિસ માર્ટિન પણ હાજર રહ્યો હતો.