રિષભ પંતે ઍડ-શૂટ દરમ્યાન ગાવસકર સામે કહી દીધું...
ઍડ-શૂટમાં એકસાથે જોવા મળ્યા પંત અને ગાવસકર.
બૉર્ડર-ગાવસકર ટ્રોફી દરમ્યાન ખરાબ શૉટ રમવા બદલ લાઇવ કૉમેન્ટરીમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસકરે રિષભ પંત માટે ‘સ્ટુપિડ, સ્ટુપિડ, સ્ટુપિડ’ કહ્યું હતું. જોકે એક ટ્રાવેલ બુકિંગ પ્લૅટફૉમના ઍડ શૂટ દરમ્યાન બન્ને સાથે જોવા મળ્યા હતા જેમાં ઍડની સ્ક્રિપ્ટ અનુસાર બુકિંગ વિશેની અસમર્થતાને કારણે રિષભ પંતે ગાવસકર સામે સ્ટુપિડ, સ્ટુપિડ, સ્ટુપિડ કહેવાની તક ઝડપી લીધી હતી. આ ઍડનો વિડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

