પચીસ માર્ચે પંજાબ કિંગ્સ અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ સામે પોતાના IPL અભિયાનની શરૂઆત કરે એ પહેલાં એના હેડ કોચે મોટું નિવેદન આપ્યું છે
રિકી પૉન્ટિંગ
પચીસ માર્ચે પંજાબ કિંગ્સ અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ સામે પોતાના IPL અભિયાનની શરૂઆત કરે એ પહેલાં એના હેડ કોચે મોટું નિવેદન આપ્યું છે. ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન રિકી પૉન્ટિંગ કહે છે, ‘અત્યારે અમારું લક્ષ્ય IPL જીતવાનું છે. જ્યારે હું પહેલી વાર ધરમશાલાના કૅમ્પમાં પ્લેયર્સને મળ્યો ત્યારે મેં તેમને કહ્યું કે આપણે પંજાબ કિંગ્સને સર્વકાલીન શ્રેષ્ઠ ટીમ બનાવવા જઈ રહ્યા છીએ. આ રાતોરાત નહીં થાય. આ એ યાત્રા છે જેના પર આપણે ચાલી રહ્યા છીએ. તમારે એ કરી બતાવવાનું છે.’
જીતવું એ ખરેખર ઍટિટ્યુડનો વિષય છે એમ જણાવતાં પૉન્ટિંગ કહે છે, ‘જો આપણે રમવા આવીએ છીએ, તો વિરોધી ટીમ પણ રમવા આવે છે. જો તેઓ આપણને હરાવવા માગે છે તો એવું લાગે છે કે તેઓ આપણી પાસેથી કંઈક છીનવી રહ્યા છે અને હું કોઈને મારાથી કે મારી ટીમ પાસેથી કંઈ છીનવા દેવા માગતો નથી.’
ADVERTISEMENT
પંજાબની ફ્રૅન્ચાઇઝી છેલ્લે ૨૦૧૪માં IPL પ્લે-ઑફમાં પહોંચી હતી.

