રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) હાલમાં રાજસ્થાન રૉયલ્સ સામેની મૅચ માટે જયપુરમાં છે. મૅચ પહેલાં તેમના યંગ પ્લેયર્સે ખાટૂ શ્યામજી મંદિરમાં દર્શન કર્યાં હતાં
RCBના યંગ પ્લેયર્સે જયપુરના ખાટૂ શ્યામજી મંદિરમાં દર્શન કર્યાં
IPL દરમ્યાન ક્રિકેટના મેદાન પર ધમાલ મચાવતા ક્રિકેટર્સ અલગ-અલગ શહેરોમાં મૅચ માટે જાય છે ત્યારે પ્રખ્યાત મંદિરોની મુલાકાત લેવાનું ચૂકતા નથી. રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) હાલમાં રાજસ્થાન રૉયલ્સ સામેની મૅચ માટે જયપુરમાં છે. મૅચ પહેલાં તેમના યંગ પ્લેયર્સે ખાટૂ શ્યામજી મંદિરમાં દર્શન કર્યાં હતાં.
ADVERTISEMENT
મંદિરના ટ્રસ્ટે યશ દયાલ, સુયશ શર્મા, અભિનંદન સિંહ, મોહિત રાઠી અને સ્વસ્તિક ચિકારાને VIP દર્શન કરાવીને તેઓને સ્મૃતિ ભેટ પણ આપી હતી.

