હોટેલમાં પ્રિયંકાનું બહુ ભવ્ય સ્વાગત થયું અને તેણે ત્યાં રાજસ્થાની વાનગીઓની સાથે-સાથે સમોસાં અને કચોરીની મજા માણી હતી. પ્રિયંકા આ મહેમાનગતિથી ઘણી ખુશ થઈ હતી.
03 April, 2025 06:55 IST | Jaipur | Gujarati Mid-day Correspondentકેસમાં કોર્ટે થાણે જેલને તેની મેડિકલ કન્ડિશનનો રિપોર્ટ આપવાનો આદેશ આપ્યો હતો. હૉસ્પિટલે કોર્ટને આપેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે ૨૦ ફેબ્રુઆરીએ તેને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો
28 March, 2025 03:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent૩૦ માર્ચ રાજસ્થાનનો સ્થાપના દિવસ છે. રાજ્યની સ્થાપનાનો આ ખાસ દિવસ દર વર્ષે ખૂબ ધામધૂમથી અને ભવ્ય કાર્યક્રમો દ્વારા ઊજવાય છે. કેટલાક કલાકારો આ દિવસને રાજસ્થાન પર્યટન દિવસના ઉત્સવ તરીકે પર ઊજવે છે.
28 March, 2025 11:03 IST | Jaipur | Gujarati Mid-day Correspondentશાહરુખ ખાનના હાથે ફિલ્મ શૈતાન માટે બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો આઇફા અવૉર્ડ જીતી ગુજરાતી ઍક્ટ્રેસ જાનકી બોડીવાલા
12 March, 2025 06:55 IST | Jaipur | Ruchita Shahજાનકી બોડીવાલાને શૈતાન માટે બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો તેમ જ સ્નેહા દેસાઈને લાપતા લેડીઝ માટે બેસ્ટ સ્ક્રીનપ્લેનો અવૉર્ડ મળ્યો: કાર્તિક આર્યન બેસ્ટ ઍક્ટર અને નિતાંશી ગોયલ બેસ્ટ ઍક્ટ્રેસ જાહેર આઇફા અવૉર્ડ્સની આ વર્ષે સિલ્વર જ્યુબિલી યોજાઈ છે અને આ વખતે અવૉર્ડ-ફંક્શનનું ત્રણ દિવસનું સેલિબ્રેશન રાજસ્થાનના જયપુર ખાતે યોજાયું હતું. આ ફંક્શન અંતર્ગત શનિવારે ડિજિટલ અવૉર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા, જ્યારે રવિવારે ફિલ્મ-અવૉર્ડ્સ આપવામાં આવ્યા હતા. આ વખતના ફિલ્મ-અવૉર્ડ્સ ફંક્શનમાં ‘લાપતા લેડીઝ’ને અલગ-અલગ કૅટેગરીમાં સૌથી વધારે ૧૦ અવૉર્ડ મળ્યા છે, જ્યારે કાર્તિક આર્યનને ‘ભૂલભુલૈયા 3’ માટે બેસ્ટ લીડિંગ ઍક્ટરનો અને નિતાંશી ગોયલને ‘લાપતા લેડીઝ’ માટે બેસ્ટ લીડિંગ ઍક્ટ્રેસનો રોલ મળ્યો છે. આ અવૉર્ડ-ફંક્શનમાં કરણ જોહર અને કાર્તિક આર્યને ઍન્કરિંગની જવાબદારી સંભાળી હતી; જ્યારે શાહરુખ ખાન, માધુરી દીક્ષિત, ક્રિતી સૅનન, શાહિદ કપૂર અને કરીના કપૂરે જોરદાર પર્ફોર્મન્સ આપીને લોકોનાં દિલ જીતી લીધાં હતાં. આઇફા અવૉર્ડ્સ 2025માં બે ગુજરાતી યુવતીઓએ અલગ-અલગ કૅટેગરીમાં અવૉર્ડ જીતવાની સિદ્ધિ મેળવી છે. આ વર્ષે જાનકી બોડીવાલાને ‘શૈતાન’ માટે બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો તેમ જ સ્નેહા દેસાઈને ‘લાપતા લેડીઝ’ માટે બેસ્ટ સ્ક્રીનપ્લેનો અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જાનકી બોડીવાલાએ ‘શૈતાન’ જે ગુજરાતી ફિલ્મ ‘વશ’ની રીમેક છે એમાં પણ મહત્ત્વનો રોલ ભજવ્યો હતો અને શાહરુખે તેને અવૉર્ડ એનાયત કરતાં તે બહુ ખુશખુશાલ થઈ ગઈ હતી. આઇફા અવૉર્ડ્સના વિજેતાઓની યાદી બેસ્ટ લીડિંગ રોલ (મેલ) કાર્તિક આર્યન (ભૂલભુલૈયા 3) બેસ્ટ લીડિંગ રોલ (ફીમેલ) નિતાંશી ગોયલ (લાપતા લેડીઝ) બેસ્ટ ડિરેક્શન કિરણ રાવ (લાપતા લેડીઝ) બેસ્ટ પર્ફોર્મન્સ ઇન અ નેગેટિવ રોલ રાઘવ જુયાલ (કિલ) બેસ્ટ સપોર્ટિંગ રોલ (ફીમેલ) જાનકી બોડીવાલા (શૈતાન) બેસ્ટ સપોર્ટિંગ રોલ (મેલ) રવિ કિશન (લાપતા લેડીઝ) બેસ્ટ સ્ટોરી (ઓરિજિનલ) પૉપ્યુલર કૅટેગરી બિપ્લબ ગોસ્વામી (લાપતા લેડીઝ) બેસ્ટ સ્ટોરી (અડૅપ્ટેડ) શ્રીરામ રાઘવન, અરિજિત બિશ્વાસ, પૂજા લધા સુરતી અને અનુકૃતિ પાંડે (મેરી ક્રિસમસ) બેસ્ટ ડિરેક્શન ડેબ્યુ કુણાલ ખેમુ (મડગાંવ એક્સપ્રેસ) બેસ્ટ ડેબ્યુ ઍક્ટર (મેલ) લક્ષ્ય લાલવાણી (કિલ) બેસ્ટ ડેબ્યુ ઍક્ટર (ફીમેલ) પ્રતિભા રંતા (લાપતા લેડીઝ) બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર રામ સંપથ (લાપતા લેડીઝ) બેસ્ટ લિરિક્સ પ્રશાંત પાંડે (સજની, લાપતા લેડીઝ) બેસ્ટ સિંગર (મેલ) જુબિન નૌટિયાલ (આર્ટિકલ 370, દુઆ) બેસ્ટ સિંગર (ફીમેલ) શ્રેયા ઘોષાલ (ભૂલભુલૈયા 3, અમી જે તોમર 3.0) બેસ્ટ સ્ક્રીનપ્લે સ્નેહા દેસાઈ (લાપતા લેડીઝ) બેસ્ટ ડાયલૉગ્સ અર્જુન ધવન, આદિત્ય ધર, આદિત્ય સુહાસ જાંભલે, મોનલ ઠાકર (આર્ટિકલ 370) બેસ્ટ સિનેમૅટોગ્રાફી રફી મેહમૂદ (કિલ) બેસ્ટ ડાન્સ ડિરેક્ટર બોસ્કો-સીઝર (બૅડ ન્યુઝ, તૌબા તૌબા) બેસ્ટ સ્પેશ્યલ ઇફેક્ટ્સ રેડ ચિલીઝ વીએફએક્સ (ભૂલભુલૈયા ૩) આઉટસ્ટૅન્ડિંગ અચીવમેન્ટ ઇન ઇન્ડિયન સિનેમા રાકેશ રોશન
11 March, 2025 04:40 IST | Jaipur | Gujarati Mid-day Correspondentજયપુર-અજમેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કેમિકલ ભરેલી ટ્રક અને અનેક વાહનોની ટક્કર થઈ હતી. ટક્કર બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ લગતા પાંચ લોકોનાં મોત તો 37 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાઇવેના 300 મીટરના પટમાં આ આગ ગણતરીની મિનિટોમાં ફેલાઈ હતી. 40 જેટલા વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. (તસવીર- પીટીઆઈ)
20 December, 2024 02:16 IST | Jaipur | Gujarati Mid-day Online Correspondentએક રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) કોન્સ્ટેબલે સોમવારે મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશન નજીક ચાલતી ટ્રેનમાં સવાર ચાર વ્યક્તિઓને ગોળી મારી દીધી હતી. જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં વહેલી સવારે ફાયરિંગ થતાં અફરાતફી મચી ગઈ હતી. (તસવીરો/પ્રદીપ ધીવર અને સતેજ શિંદે)
31 July, 2023 02:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentહાલ લૉન્ગ ડ્રાઈવ ટ્રેન્ડમાં છે, ખાસ કરીને કોરોના મહામારી બાદથી લોકોએ જે ફરવાનું શરૂ કર્યું છે, તેને જોઈને એવું લાગે છે કે જાણે હવે માત્ર લોકોને રજાની જરૂર છે લૉન્ગ ડ્રાઈન પર તો તે જાતે જ નીકળી જશે. પણ ગાડીમાં બેસીને કોઈ સુંદર જગ્યાએ જવું સૌથી મોટો ટાસ્ક બને છે, કારણકે ડેસ્ટિનેશન પણ એવું જ હોવું જોઈએ, જે ફરવાની વાઈબ્સ આપે ન કે તમને કંટાળે. તો ચાલો આજે જાણો કેટલાક એવા શહેરો વિશે, જે હવે લૉન્ગ ડ્રાઈવ માટે બેસ્ટ માનવામાં આવશે. થોડાંક દિવસો પહેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે લોકો માટે શરૂ કરી દેવામાં આવ્યો છે, આ રૂટ દ્વારા તમે લગભગ 6 શહેરમાં સરળતાથી પહોંચી શકો છો. તો જાણો આ શહેરો વિશે... (તસવીર સૌજન્ય: આઇસ્ટૉક)
21 February, 2023 02:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentજયપુરના ભાંકરોટા વિસ્તારમાં ભયાનક દુર્ઘટનામાં ઓછામાં ઓછા 4 લોકોનાં મોત નિપજ્યાં છે. આ ઘટના અનેક વાહનોની એક પછી એક ટક્કરથી લાગી ગયેલી આગને કારણે બની. આગ બુઝાવવાના પ્રયાસો ચાલુ છે, પરંતુ આ ઘટનામાં અનેક લોકોને ઈજા પહોંચી છે, જીવ ગુમાવ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ 20 ડિસેમ્બરનાં સવારના સમયે થયેલી આ આગની ઘટનાસ્થળે મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. ઉપમુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવા પણ ત્યાં હાજર રહ્યા હતા. કુલ 4 લોકોનાં મોત નીપજ્યાં છે અને 35 લોકોને ઈજા પહોંચી છે. આ અગ્નિદુર્ઘટના મુખ્ય અજમેર રોડ પર આવેલા પેટ્રોલ પંપની નજીક અનેક વાહનો વચ્ચે થયેલી ટક્કરની કારણે સર્જાઈ હતી.
20 December, 2024 02:46 IST | Jaipurરાજસ્થાનના જયપુરમાં મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો ગ્રાન્ડ ફિનાલે યોજાયો હતો. એક શાનદાર સમારંભમાં રિયા સિંઘાને મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. પ્રાંજલ પ્રિયાને ફર્સ્ટ રનર અપ તરીકે પસંદ કરવામાં આવી હતી, જ્યારે છવી વર્ગે સેકન્ડ રનર અપનું સ્થાન મેળવ્યું હતું. સુષ્મિતા રોય અને રુપફુઝાનો વિસોએ અનુક્રમે ત્રીજા અને ચોથા રનર-અપ સ્થાન મેળવ્યા. 51 ફાઇનલિસ્ટ સ્પર્ધા સાથે, રિયાએ ટાઇટલ જીત્યું અને હવે તે મિસ યુનિવર્સ 2024 સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. અભિનેત્રી ઉર્વશી રૌતેલા નિર્ણાયકોમાંની એક હતી; તેણીએ અનુક્રમે 2012 અને 2015 માં બે વાર મિસ યુનિવર્સ ઇન્ડિયાનો ખિતાબ મેળવ્યો હતો.
23 September, 2024 02:12 IST | Mumbaiરાજસ્થાનના અલવરથી રેવાડી, હરિયાણા જતી માલસામાન ટ્રેન 21મી જુલાઈ, રવિવારે વહેલી સવારે મથુરા-અલવર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ઘટનામાં ત્રણ કોચ સામેલ હતા અને લગભગ 2:30 વાગ્યે બની હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. પાટા પરથી ઉતરેલી ટ્રેનને કારણે ભયજનક દ્રશ્યો સર્જાયા હતા, જે સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ ગયા હતા. એડીઆરએમ જયપુર મનીષ ગોયલના જણાવ્યા અનુસાર, પાટા પરથી ઉતરી જવાની ઘટના યાર્ડની સાઈડ લાઈનમાં થઈ હતી અને તેનાથી દિલ્હી-અલવર મુખ્ય માર્ગને કોઈ અસર થઈ નથી. સવારે 9 વાગ્યા સુધીમાં, ટ્રેક સાફ કરવામાં આવ્યો હતો, જેનાથી સામાન્ય રેલવે કામગીરી ફરી શરૂ થઈ હતી અને અધિકારીઓએ પણ ઘટના પર પ્રતિક્રિયા આપી હતી.
21 July, 2024 05:35 IST | Jaipurરાજસ્થાનમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનું ઘરેલું મતદાન 5 એપ્રિલે શરૂ થયું હતું. ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ ઘરેલું મતદાનની સુવિધા 85 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો અને 40 ટકાથી વધુ વિકલાંગતા ધરાવતા મતદારો માટે વિસ્તારવામાં આવી છે. જયપુર લોકસભા મતવિસ્તારમાં, કુલ 3,632 લાયક મતદારો, જેમાં 85 વર્ષથી વધુ વયના 3,134 મતદારો અને 40 ટકાથી વધુ વિકલાંગતા ધરાવતા 498 મતદારોએ ઘરેલુ મતદાન સુવિધા માટે અરજી કરી છે. જયપુર ગ્રામીણ લોકસભા મતવિસ્તારમાં, 85 વર્ષથી વધુ વયના 3,130 મતદારો અને 40 ટકાથી વધુ વિકલાંગતા ધરાવતા 841 મતદારો સહિત કુલ 3,971 લાયક મતદારોએ ઘરેલુ મતદાનની સુવિધા માટે અરજી કરી છે. પ્રથમ તબક્કામાં 13 એપ્રિલ સુધી સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ઘરઆંગણે મતદાનની સુવિધા આપવામાં આવશે. બીજા તબક્કા હેઠળ 15મી એપ્રિલ અને 16મી એપ્રિલે ગેરહાજર રહેલા મતદારો માટે ઘરઆંગણે મતદાનની સુવિધા પૂરી પાડવામાં આવશે. ઘરઆંગણે મતદાનની સુવિધા માટે ખાસ મતદાન ટીમો નિયુક્ત કરવામાં આવી છે. દરેક પોલિંગ ટીમમાં બે પોલિંગ ઓફિસર, એક માઈક્રો ઓબ્ઝર્વર, એક પોલીસમેન અને એક વીડિયોગ્રાફરનો સમાવેશ થાય છે.
06 April, 2024 11:45 IST | JaipurADVERTISEMENT
ADVERTISEMENT