લેગ-સ્પિનર તરીકે અમે તેની આ જ વાતની પ્રશંસા કરીએ છીએ. તે IPLના શ્રેષ્ઠ બોલરોમાંનો એક છે, કદાચ IPLનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ બોલર છે. તમારે તેને હંમેશાં ટેકો આપવો પડશે.
યુઝવેન્દ્ર ચહલ
પંજાબ કિંગ્સના કૅપ્ટન શ્રેયસ ઐયરે હાલમાં પોતાના અનુભવી લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલની ભારે પ્રશંસા કરી છે. શુક્રવારે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામે ત્રણ ઓવરમાં ૧૧ રન આપી બે વિકેટ લેનાર યુઝી ચહલ માટે તેણે કહ્યું, ‘મેં ચહલ સાથે વ્યક્તિગત રીતે વાત કરી હતી. મેં તેને કહ્યું હતું કે તું મૅચવિનર છે અને તારે અમારા માટે શક્ય એટલી વધુ વિકેટ મેળવવી પડશે. તારે ડિફેન્સિવ બોલિંગ શૈલી અપનાવવાની જરૂર નથી અને તારી પાસે વાપસી કરવાની ક્ષમતા છે. લેગ-સ્પિનર તરીકે અમે તેની આ જ વાતની પ્રશંસા કરીએ છીએ. તે IPLના શ્રેષ્ઠ બોલરોમાંનો એક છે, કદાચ IPLનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ બોલર છે. તમારે તેને હંમેશાં ટેકો આપવો પડશે.`
૩૪ વર્ષના યુઝવેન્દ્ર ચહલે વર્તમાન સીઝનમાં સાત મૅચમાં આઠ વિકેટ ઝડપી છે. ૧૮ કરોડ રૂપિયાનો આ સ્પિનર ૧૬૭ IPL મૅચમાં ૨૧૩ વિકેટ સાથે આ ટુર્નામેન્ટનો હાઇએસ્ટ વિકેટટેકર છે.


