છેલ્લે ૨૦૨૦માં પાંચમી વાર ચૅમ્પિયન બન્યું હતું મુંબઈ, પાંચ પ્લેયર્સ પાસે ૧૦૦થી પણ વધુ મૅચ રમવાનો અનુભવ, જ્યારે આઠ પ્લેયર્સને IPLમાં ડેબ્યુની છે આશા
રોહિત શર્મા આ ટીમનો સૌથી વધુ IPL મૅચ રમનાર અને સૌથી ઓલ્ડેસ્ટ પ્લેયર છે.
પાંચ વારની ચૅમ્પિયન ટીમ મુંબઈ ઇન્ડિયન્સે (MI) આ વર્ષે પણ હાર્દિક પંડ્યા પર વિશ્વાસ રાખીને તેને કૅપ્ટન તરીકે જાળવી રાખ્યો છે. છેલ્લે ૨૦૨૦ની સીઝનમાં ચૅમ્પિયન બનનાર અને ગયા વર્ષે દસમા ક્રમે રહેલી આ ટીમે ટુર્નામેન્ટમાં પોતાનો દબદબો જાળવી રાખવા માટે શાનદાર કમબૅક કરવું પડશે. ICC ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા માટે પણ આ સીઝન મહત્ત્વપૂર્ણ રહેશે. ગુજરાત ટાઇટન્સ (GT)ને પહેલી જ સીઝનમાં ચૅમ્પિયન બનાવનાર હાર્દિક પંડ્યા પાસે આ સીઝનમાં પોતાને ફરી સફળ કૅપ્ટન તરીકેની ઓળખ આપવાની તક રહેશે.
આ ફ્રૅન્ચાઇઝી પાસે રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા જેવા સ્ટાર બૅટર્સ છે. આ ટીમમાં હાર્દિક પંડ્યા, નમન ધીર, કોર્બિન બૉશ જેવા ઑલરાઉન્ડર પણ છે. સ્પિનર્સ તરીકે મિચલ સૅન્ટનર, કર્ણ શર્મા જેવા ઓછા વિકલ્પો છે. જો ઇન્જર્ડ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ સીઝનમાં નહીં રમી શકે તો ટ્રેન્ટ બોલ્ટ, દીપક ચહર અને રીસ ટોપલી જેવા ફાસ્ટ બોલર ટીમની બાજી સંભાળવા માટે સક્ષમ છે.
ADVERTISEMENT
ભૂતપૂર્વ કૅપ્ટન રોહિત શર્મા આ ટીમનો સૌથી વધુ IPL મૅચ રમનાર અને સૌથી ઓલ્ડેસ્ટ પ્લેયર છે, જ્યારે ઑલરાઉન્ડર રાજ બાવા ટીમનો યંગેસ્ટ પ્લેયર છે. આ ટીમમાં પાંચ પ્લેયર્સ ૧૦૦થી વધુ મૅચ રમવાનો અનુભવ ધરાવે છે, જ્યારે કોર્બિન બૉશ સહિતના આઠ પ્લેયર્સ હજી સુધી આ ટુર્નામેન્ટમાં એક પણ મૅચ રમ્યા નથી. આ ટીમમાં પણ ૧૦ પ્લેયર્સ ૩૦ પ્લસની ઉંમર ધરાવે છે. મુંબઈએ ૧૧૯.૮૦ કરોડ રૂપિયા ખર્ચીને ૨૩ સભ્યોની આ સ્ક્વૉડ તૈયાર કરી છે.
મુંબઈનો કોચિંગ સ્ટાફ
કોચ : માહેલા જયવર્દને
બૅટિંગ કોચ : કાઇરન પોલાર્ડ
બોલિંગ કોચ : લસિથ મલિંગા અને પારસ મહામ્બ્રે
ક્રિકેટ ડિરેક્ટર : રાહુલ સંઘવી
મુંબઈનો IPL રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૨૬૧ |
જીત |
૧૪૨ |
હાર |
૧૧૫ |
ટાઇ |
૦૪ |
નો-રિઝલ્ટ |
૦૦ |
જીતની ટકાવારી |
૫૪.૪૦ |
પ્લેયર્સની ઉંમર અને IPL અનુભવ |
રોહિત શર્મા (૩૭ વર્ષ) - ૨૫૭ મૅચ |
સૂર્યકુમાર યાદવ (૩૪ વર્ષ) - ૧૫૦ મૅચ |
હાર્દિક પંડ્યા (૩૧ વર્ષ) - ૧૩૭ મૅચ |
જસપ્રીત બુમરાહ (૩૧ વર્ષ) - ૧૩૩ મૅચ |
ટ્રેન્ટ બોલ્ટ (૩૫ વર્ષ) - ૧૦૪ મૅચ |
કર્ણ શર્મા (૩૭ વર્ષ) - ૮૪ મૅચ |
દીપક ચહર (૩૨ વર્ષ) - ૮૧ મૅચ |
તિલક વર્મા (૨૨ વર્ષ) - ૩૮ મૅચ |
મુજીબ ઉર રહેમાન (૨૩ વર્ષ) - ૧૯ મૅચ |
મિચલ સૅન્ટનર (૩૩ વર્ષ) - ૧૮ મૅચ |
વિલ જેક્સ (૨૬ વર્ષ) - ૦૮ મૅચ |
નમન ધીર (૨૫ વર્ષ) - ૦૭ મૅચ |
અર્જુન તેન્ડુલકર (૨૫ વર્ષ) - ૦૫ મૅચ |
રીસ ટોપલી (૩૧ વર્ષ) - ૦૫ મૅચ |
રાજ બાવા (૨૨ વર્ષ) - ૦૨ મૅચ |
રૉબિન મિન્ઝ (૨૨ વર્ષ) - ૦૦ |
રાયન રિકેલ્ટન (૨૮ વર્ષસ) - ૦૦ |
અશ્વની કુમાર (૨૩ વર્ષ) - ૦૦ |
કૃષ્ણન શ્રીજીત (૨૮ વર્ષસ) - ૦૦ |
સત્યનારાયણ રાજુ (૨૫ વર્ષ) - ૦૦ |
બેવોન જેકબ્સ (૨૨ વર્ષ) - ૦૦ |
કોર્બિન બૉશ (૩૦ વર્ષ) - ૦૦ |
વિજ્ઞેશ પુથુર (૨૪ વર્ષ) - ૦૦ |
IPL 2008થી 2024 સુધી પૉઇન્ટ્સ ટેબલમાં |
૨૦૦૮ - પાંચમું |
૨૦૦૯ - સાતમું |
૨૦૧૦ – રનર-અપ |
૨૦૧૧ - ત્રીજું |
૨૦૧૨ - ત્રીજું |
૨૦૧૩ - ચૅમ્પિયન |
૨૦૧૪ - ચોથું |
૨૦૧૫ - ચૅમ્પિયન |
૨૦૧૬ - પાંચમું |
૨૦૧૭ - ચૅમ્પિયન |
૨૦૧૮ - પાંચમું |
૨૦૧૯ - ચૅમ્પિયન |
૨૦૨૦ - ચૅમ્પિયન |
૨૦૨૧ - પાંચમું |
૨૦૨૨ - દસમું |
૨૦૨૩ - ચોથું |
૨૦૨૪ - દસમું |
10
મુંબઈ ઇન્ડિયન્સની સ્ક્વૉડના આટલા પ્લેયર્સ ૩૦થી વધુની ઉંમરના છે.

