યશસ્વી જાયસવાલ, રિન્કુ સિંહ, રિયાન પરાગ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ પહેલી વાર શ્રીલંકામાં રમતા જોવા મળી શકે છે
નવા હેડ કોચ સાથે લંકા ફતેહ કરવા માટે પહોંચી ભારતીય ટીમ
૨૭ જુલાઈથી શરૂ થનારી T20 સિરીઝમાં ભારતીય ટીમના સાત ખેલાડીઓ શ્રીલંકાની ધરતી પર પ્રથમ વખત રમતા જોવા મળી શકે છે. એ ૭ ખેલાડીઓમાં ૩ બોલર, બે ઑલરાઉન્ડર અને બે બૅટ્સમેન સામેલ છે. ખલીલ અહમદે ૬ વર્ષ પહેલાં ભારતીય ટીમ માટે ડેબ્યુ કર્યું હતું, તેને પહેલી વાર શ્રીલંકાની ધરતી પર રમવાની તક મળશે. એના સિવાય યશસ્વી જાયસવાલ, રિન્કુ સિંહ, રિયાન પરાગ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ પહેલી વાર શ્રીલંકામાં રમતા જોવા મળી શકે છે.
નવા હેડ કોચ સાથે લંકા ફતેહ કરવા માટે પહોંચી ભારતીય ટીમ
ADVERTISEMENT
૨૭ જુલાઈથી શ્રીલંકા સામે શરૂ થનારી ત્રણ મૅચની T20 સિરીઝ માટે ગઈ કાલે ભારતીય સ્ક્વૉડ નવા હેડ કોચ ગૌતમ ગંભીર સાથે શ્રીલંકા પહોંચી હતી. ભારે સુરક્ષા વચ્ચે કૅપ્ટન સૂર્યકુમાર યાદવ સહિતના ખેલાડીઓ ઍરપોર્ટથી બહાર આવતા જોવા મળ્યા હતા.

