અભિષેકના ૮૭૫ પૉઇન્ટ છે જ્યારે કિશનના ૮૭૧ પૉઇન્ટ છે
અભિષેક શર્મા
ગઈ કાલે જાહેર થયેલા T20 રૅન્કિંગમાં રવિવારે પૂરા થયેલા વર્લ્ડ કપમાં નબળા પર્ફોર્મન્સ છતાં અભિષેક શર્માએ માત્ર ચાર પૉઇન્ટની લીડ સાથે તેનું નંબર વન બૅટરનું સ્થાન જાળવી રાખ્યું હતું. જ્યારે ટુર્નામેન્ટમાં શાનદાર પર્ફાર્મન્સના જોરે ઈશાન કિશન બે સ્થાનનો ઝમ્પ મારીને અભિષેકની લગોલગ બીજા સ્થાને પહોંચી ગયો છે. અભિષેકના ૮૭૫ પૉઇન્ટ છે જ્યારે કિશનના ૮૭૧ પૉઇન્ટ છે.
જ્યારે બોલિંગ-રૅન્કિંગમાં ભારતીય સ્પિનર વરુણ ચક્રવર્તીને વર્લ્ડ કપમાં નબળું પ્રદર્શન નડ્યું હતું અને નંબર વનનો તાજ ગુમાવી દીધો હતો. અફઘાનિસ્તાની સ્પિરન રાશિદ ખાન ફરી નંબર વન બની ગયો હતો. જસપ્રીત બુમરાહ એક સ્થાનના પ્રમોશન સાથે છઠ્ઠા ક્રમાંકે પહોંચી ગયો છે. ઑલરાઉન્ડર્સ રૅન્કિંગમાં ઝિમ્બાબ્વેનો કૅપ્ટન સિકંદર રઝા નંબવ વન અને હાર્દિક પંડ્યા નંબર ટૂ તરીકે જળવાઈ રહ્યા હતા.
