Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૮૦ વર્ષનાં દાદી ૨૫૦ કિલોનો ઘંટ દિવસમાં ૩ વાર ૧૫ મિનિટ માટે વગાડે છે

૮૦ વર્ષનાં દાદી ૨૫૦ કિલોનો ઘંટ દિવસમાં ૩ વાર ૧૫ મિનિટ માટે વગાડે છે

Published : 12 March, 2026 12:53 PM | IST | Hyderabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમના મોંમાં દાંત રહ્યા નથી અને શરીર જીર્ણ થઈ ગયાની ચાડી ખાય છે, પરંતુ પ્રભુ પ્રત્યેની ભક્તિનું ફ્યુઅલ તેમને ૮૦ વર્ષની ઉંમરે લગભગ અશક્ય લાગતું આ કામ કરવામાં મદદ કરે છે.

૮૦ વર્ષનાં રાજી નામનાં માજી

અજબ

૮૦ વર્ષનાં રાજી નામનાં માજી


હૈદરાબાદમાં આવેલા શ્રી વેન્કટેશ્વર મંદિરમાં ભક્તિની મિસાલ ગણાતાં ૮૦ વર્ષનાં રાજી નામનાં માજીની ક્ષમતા જોઈને ભલભલા દંગ રહી જાય છે. મંદિરના પ્રાંગણમાં એક જાયન્ટ અને ભારેખમ ઘંટ છે. લગભગ ૨૫૦ કિલોના મેટલના આ ઘંટને વગાડવા માટે ભલભલા હટ્ટાકટ્ટા માણસને પણ થાક લાગી જાય. જોકે રાજીદાદી ભક્તિનું આ કાર્ય ખૂબ પૅશન સાથે કરે છે. દિવસમાં ૩ વાર આરતી અને પ્રસાદ ચડાવવાની પ્રક્રિયા દરમ્યાન ૧૫ મિનિટ માટે આ ઘંટ વગાડવામાં આવે છે. રાજીમાજી વેન્કટેશ્વર પ્રભુનાં એવાં પરમભક્ત છે કે છેલ્લાં પચીસ વર્ષથીયે વધુ સમયથી તેઓ લગભગ રોજ મંદિરમાં આ ઘંટ વગાડે છે. તેમના મોંમાં દાંત રહ્યા નથી અને શરીર જીર્ણ થઈ ગયાની ચાડી ખાય છે, પરંતુ પ્રભુ પ્રત્યેની ભક્તિનું ફ્યુઅલ તેમને ૮૦ વર્ષની ઉંમરે લગભગ અશક્ય લાગતું આ કામ કરવામાં મદદ કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

12 March, 2026 12:53 PM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK