દિલીપે સ્ટેડિયમની બિગ સ્ક્રીન પર રાહુલનો ફોટો બતાવીને આ મેડલના વિજેતાની જાહેરાત કરી હતી.
કે. એલ. રાહુલ
ગુરુવારે બંગલાદેશ સામેની ચૅમ્પિયન્સ ટ્રોફીની પહેલી મૅચમાં ભારતીય ટીમે ૬ વિકેટે જીત મેળવી હતી. આ મૅચ બાદ દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમના ડ્રેસિંગ રૂમમાં ફીલ્ડર ઑફ ધ મૅચની મેડલ સેરેમની માટે આખી ટીમ ભેગી થઈ હતી. ૨૦૨૩ના વર્લ્ડ કપમાં જેમ દરેક મૅચમાં શાનદાર ફીલ્ડિંગ કરનાર પ્લેયરને મેડલ અપાતો હતો એ પ્રથા અહીં પણ જાળવી રાખવામાં આવી છે. આ મેડલ જીતવા માટે વિરાટ કોહલી, શુભમન ગિલ અને કે. એલ. રાહુલ મુખ્ય દાવેદાર હતા. ફીલ્ડિંગ કોચ ટી. દિલીપે સ્ટેડિયમની બિગ સ્ક્રીન પર રાહુલનો ફોટો બતાવીને આ મેડલના વિજેતાની જાહેરાત કરી હતી. ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ત્રણ શાનદાર કૅચ પડકનાર વિકેટકીપર કે. એલ. રાહુલને આ મેડલ એનાયત કર્યો હતો.

