Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ચાર્ટર્ડ ફ્લાઇટ્સ પણ થઈ કૅન્સલ, હવે જુદી જુદી કમર્શિયલ ફ્લાઇટમાં કરવું પડ્યું બુકિંગ

ચાર્ટર્ડ ફ્લાઇટ્સ પણ થઈ કૅન્સલ, હવે જુદી જુદી કમર્શિયલ ફ્લાઇટમાં કરવું પડ્યું બુકિંગ

Published : 11 March, 2026 12:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ICCના ચૅરમૅન જય શાહે વાત કરીને સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝના પ્લેયર્સને સુર​િક્ષત સ્વદેશ પહોંચાડવાની ખાતરી આપી

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા લશ્કરી સંઘર્ષને કારણે હવાઈ મુસાફરીમાં વિક્ષેપોને કારણે ICCએ ભારતમાં જ ફસાઈ રહેલા સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝની ટીમોની ઘરવાપસી માટે ચાર્ટર્ડ ફ્લાઇટ્સનું આયોજન કર્યું હતું. જોકે એ પણ છેલ્લી ઘડીએ કૅન્સલ થઈ જતાં ICCએ અલગ-અલગ કમર્શિયલ ફ્લાઇટમાં ખેલાડીઓનું વ્યક્તિગત બુકિંગ કર્યું હતું. ICCના ચૅરમૅન જય શાહે વ્યક્તિગત રીતે આ બાબતે લાગતાવળગતા લોકો સાથે વાત કરીને દરેક ખેલાડીઓને સુરક્ષિત તેમના દેશમાં પહોંચાડવાનો ભરોસો આપ્યો હતો.

વેસ્ટ ઇન્ડીઝના હેડ કોચ ડૅરેન સૅમી સોમવારે રાત્રે સ્વદેશ જવા માટે રવાના થઈ ગયા હતા અને બાકીના ખેલાડીઓ તેમની ફ્લાઇટના બુકિંગ પ્રમાણે રવાના થઈ રહ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

11 March, 2026 12:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK