નૅશનલ જ્યૉગ્રાફી દ્વારા ધરતી પરનાં ૨૫ સૌથી અકલ્પનીય પ્રવાસ-સ્થળોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં સ્કૉટિશ હાઇલૅન્ડ્સથી ઉટાહ અને ઇટલીમાં જેમ્સ બૉન્ડ ફિલ્મના શૂ્ટિંગના સ્થળથી ગ્રીસના ડોડેકેનીઝ ટાપુઓનો સમાવેશ છે. આ યાદીને પારિવારિક, સાહસિક, સાંસ્કૃતિક, પ્રકૃતિ અને ઇકો-ટૂરિઝમ એમ પાંચ શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવી છે. નૅશનલ જ્યૉગ્રાફીના ચીફના મતાનુસાર આ સ્થળો સ્થાનિક લોકો તેમ જ પ્રવાસીઓ એમ બન્ને માટે બેજોડ હોવા ઉપરાંત એ અનેક લાભદાયી અનુભવ પૂરા પાડે છે. ટૂરિસ્ટોને પણ આ સ્થળના પર્યાવરણ અને સમુદાય ગમ્યાં છે.
11 November, 2022 02:33 IST | New Delhi | Gujarati Mid-day Correspondent