Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ચમચી જેવી ચાંચ ધરાવતું રશિયાનું પંખી પશ્ચિમ બંગાળમાં જોવા મળ્યું

ચમચી જેવી ચાંચ ધરાવતું રશિયાનું પંખી પશ્ચિમ બંગાળમાં જોવા મળ્યું

Published : 28 October, 2026 06:27 PM | IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કલકત્તાની દક્ષિણે આવેલા ૨૪ પરગણા જિલ્લાના કારગિલ બીચ પર આ પંખી જોવા મળ્યું હતું.

સ્પૂન બિલ્ડ સૅન્ડપાઇપર

અજબ ગજબ

સ્પૂન બિલ્ડ સૅન્ડપાઇપર


બંગાળની ખાડી પાસે ૮ વર્ષ પછી ચમચી જેવી ચાંચ ધરાવતું સ્પૂન બિલ્ડ સૅન્ડપાઇપર નામનું દુર્લભ પંખી તાજેતરમાં જોવા મળ્યું છે. કલકત્તાની દક્ષિણે આવેલા ૨૪ પરગણા જિલ્લાના કારગિલ બીચ પર આ પંખી જોવા મળ્યું હતું. આ પંખી રશિયાનું છે અને લગભગ ૮૦૦૦ કિલોમીટર ઊડીને અહીં પહોંચ્યું છે. પંખીના પગ પર લગાવેલા ટૅગને આધારે એની ઓળખ થઈ હતી. આ ટૅગ રશિયાનો છે. બર્ડવૉચર્સ સોસાયટીના સદસ્ય તીર્થંકર રાયનું કહેવું છે, ‘પંખીના પગ પર લાગેલા ટૅગ મુજબ ૨૦૨૫માં રશિયાના ચુકોટકા વિસ્તારમાં એને પંખીના બચ્ચા તરીકે ટૅગ કરવામાં આવ્યું હતું. એ એકલુંઅટૂલું જ સમુદ્ર પાર કરીને પશ્ચિમ બંગાળની ખાડી પાસેથી ભારતની ભૂમિ પર આવ્યું છે. છેલ્લે આ પ્રકારનું પંખી ભારતમાં ૨૦૧૮માં જોવા મળ્યું હતું.’


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2026 06:27 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK