Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લોકોના વધતા આક્રોશ વચ્ચે કર્જતમાં પાવર પ્રોજેક્ટ માટે ૩૨,૦૦૦થી વધુ વૃક્ષો કાપવાની યોજના અટકાવી દેવાઈ

લોકોના વધતા આક્રોશ વચ્ચે કર્જતમાં પાવર પ્રોજેક્ટ માટે ૩૨,૦૦૦થી વધુ વૃક્ષો કાપવાની યોજના અટકાવી દેવાઈ

Published : 28 October, 2026 08:55 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વનવિભાગના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે વ્યાપક વિરોધ-પ્રદર્શનોને કારણે વિસ્તારમાં તનાવભરી સ્થિતિ સર્જાઈ હતી

કર્જત-ભીમાશંકરનાં જંગલોને બચાવવા એક પર્યાવરણપ્રેમી યુવાને કાર પર જ સહીઝુંબેશ શરૂ કરી. તેણે વૃક્ષો કાપવાના વિરોધમાં જંગલમાં પોવાડા એટલે કે પરંપરાગત વીરરસપ્રધાન ગીતો પણ ગાયાં હતાં.

કર્જત-ભીમાશંકરનાં જંગલોને બચાવવા એક પર્યાવરણપ્રેમી યુવાને કાર પર જ સહીઝુંબેશ શરૂ કરી. તેણે વૃક્ષો કાપવાના વિરોધમાં જંગલમાં પોવાડા એટલે કે પરંપરાગત વીરરસપ્રધાન ગીતો પણ ગાયાં હતાં.


નાગરિકો અને વિપક્ષી પક્ષોના પ્રચંડ વિરોધ અને આક્રોશને ધ્યાનમાં રાખીને રાયગડ જિલ્લાના કર્જતમાં ૩,૦૦૦ મેગાવૉટ (MW)ના હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ માટે ૩૨,૪૯૦ વૃક્ષો કાપવાની વિવાદાસ્પદ યોજના હાલ અટકાવી દેવામાં આવી છે.
વનવિભાગના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે વ્યાપક વિરોધ-પ્રદર્શનોને કારણે વિસ્તારમાં તનાવભરી સ્થિતિ સર્જાઈ હતી અને અમે કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માગતા નહોતા. જોકે આ વૃક્ષો કાપવાની કામગીરી આગળ જતાં ફરી શરૂ કરવામાં આવશે કે નહીં એ વિશે તંત્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. આ અગાઉ કંપનીએ દાવો કર્યો હતો કે એણે આ પ્રોજેક્ટ માટે તમામ જરૂરી સરકારી મંજૂરીઓ મેળવી લીધી છે.
વનવિભાગ દ્વારા ૧૪ ઑક્ટોબરે બહાર પાડવામાં આવેલી એક નોટિસ અનુસાર ટૉરન્ટ પાવરના પમ્પ્ડ-સ્ટોરેજ પ્રોજેક્ટ માટે કર્જતના ૫૭૬ એકરમાં ફેલાયેલી પ્રાઇવેટ અને સંરક્ષિત વનજમીનમાંથી આ વૃક્ષો કાપવાનાં હતાં. આ ઉપરાંત આ પાવર પ્રોજેક્ટ ભીમાશંકર વાઇલ્ડલાઇફ સેન્ક્ચ્યુઅરી નજીક ઊભો કરવામાં આવી રહ્યો હોવાની ગંભીર ચિંતાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી. જોકે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કંપનીએ આ દાવાને નકારી કાઢતાં સ્પષ્ટતા કરી હતી કે આ સ્થળ અભયારણ્યથી ૧૬ કિલોમીટર દૂર આવેલું છે.
અગાઉ આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ૩ નવેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાની અપેક્ષા હતી.


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2026 08:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK