Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વિધાઉટ ટિકિટ દંપતીએ CSMT પર ગુજરાતી TC પર હુમલો કર્યો

વિધાઉટ ટિકિટ દંપતીએ CSMT પર ગુજરાતી TC પર હુમલો કર્યો

Published : 28 October, 2026 07:12 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટિકિટ-ચેકિંગ દરમ્યાન પકડાઈ જવાથી બચવા માટે એક મહિલા અને પુરુષે TC સાથે બોલાચાલી કરીને તેમને માર માર્યો હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈના વ્યસ્ત છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ (CSMT) પર ડ્યુટી પર હાજર ટિકિટ-કલેક્ટર (TC) જિજ્ઞેશ ભાવસાર પર હુમલો કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. ટિકિટ-ચેકિંગ દરમ્યાન પકડાઈ જવાથી બચવા માટે એક મહિલા અને પુરુષે TC સાથે બોલાચાલી કરીને તેમને માર માર્યો હતો અને સરકારી કામમાં અડચણ ઊભી કરી હતી. આ મામલે ભોગ બનનાર ૩૬ વર્ષના જિજ્ઞેશ ભાવસારની ફરિયાદના આધારે CSMT ગવર્નમેન્ટ રેલવે પોલીસે (GRP) તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી દંપતી વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધીને બન્નેની ધરપકડ કરી છે.

જિજ્ઞેશ ભાવસારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે સાંજે હું CSMT સ્ટેશન પર પ્લૅટફૉર્મ-નંબર પાંચ અને ૬ સામેના હૉલમાં લોકલ ટ્રેનના મુસાફરોની ટિકિટની ચકાસણી કરી રહ્યો હતો ત્યારે ઋષિકેશ પવાર અને નિકિતા પવાર વગર ટિકિટે પકડાઈ ગયાં હતાં. મેં તેમને દંડ ભરવાનું કહેતાં તેઓએ સ્ટાફ હોવાનું ખોટું બહાનું ધરીને ત્યાંથી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે મેં તેમને રોક્યા ત્યારે બન્નેએ મારી સાથે ઝપાઝપી કરી, શર્ટ ફાડી નાખ્યું અને જાહેરમાં કાન પર તમાચો મારી ગાળાગાળી કરી હતી. આ ઘટના સમયે ત્યાં હાજર અન્ય એક મુસાફર અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની મહિલા-કર્મચારીએ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો. હાલમાં મારા કાનનો પડદો થોડો ફાટી ગયો છે અને ડૉક્ટરે મને ૧૦ દિવસ આરામ કરવાની સલાહ આપી છે. ત્યાર બાદ રિપોર્ટ કઢાવીને આગળ શું કરવું એ નક્કી થશે.’



CSMTના GRPના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ કેસમાં બન્ને લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમ જ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2026 07:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK