મલાઈકા અરોરા(Malaika Arora)હાલમાં પોતના શૉ પર નોરા (Nora Fatehi)ને આમંત્રણ આપ્યું છે.
મલાઈકા અરોરા અને નોરા ફતેહી
મલાઈકા અરોરા(Malaika Arora)હાલમાં પોતના શૉ પર નોરા (Nora Fatehi)ને આમંત્રણ આપ્યું છે. બૉલિવૂડની ગોર્જિયસ અભિનેત્રી મલાઈકા અરોરા આ દિવસમાં પોતાનો શૉ `મુવિંગ ઈન વિધ મલાઈકા`ને લઈ ચર્ચામાં છે. મલાઈકા શૉમાં પોતાની પર્સનલ લાઈફ સંબંધિત કેટલાક સિક્રેટ શેર કરે છે. હવે મલાઈકાના શૉમાં કરણ જોહર(Karan johar)અને નોરા ફતેહી (Nora Fatehi)પણ જોવા મળશે, પરંતુ લાગે છે મલાઈકાની નોરા સાથે કંઈ ખાસ જામી નથી. હાલમાં આ શૉ નો નવો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. જેમાં સાકી ગર્લના શૉ છોડવાની વાતને લઈ સોશિયલ મીડિયા પર અનેક ચર્ચાઓ થઈ રહી છે.
નોરા ફતેહી અને મલાઈકા વચ્ચે કૉલ્ડ વૉર જોવા મળ્યું છે. આ સમાચાર તમામ જગ્યાએ ફેલાય ગયા છે. શૉ ના નવા પ્રોમોમાં કંઈક આવું જ જોવા મળ્યુ છે. નોરા ફતેહી(Nora Fatehi)મલાઈક અરોરા (Malaika Arora)થી ખુબ જ નારાજ જોવા મળી છે અને એટલા માટે તે શૉ છોડીને જતી રહી અને મલાઈકા પણ તેને રોકવાની કોશિશ નથી કરતી. મલાઈકા નવા પ્રોમોમાં કરણ સાથે વાત કરતી જોવા મળે છે.
ADVERTISEMENT
View this post on Instagram
કરણ જોહર મલાઈકાના શૉમાં આવીને અભિનેત્રીને સવાલ કરવાનું શરૂ કરી દે છે. એવામાં મલાઈકા કહે છે કે આ મારો શૉ છે અહીં સવાલ હું કરીશ. હકીકતે કરણે મલાઈકાને પૂછ્યું તે જ્યારે તમારા બૉડી પાર્ટની વાતો થાય છે ત્યારે તમને કેવું લાગે છે? તમે લગ્ન ક્યારે કરવાના છો?\
આ પણ વાંચો: ઊંમરને લઈને ટ્રોલ કરનારાઓને મલાઈકાનો જડબાતોડ જવાબ, "અમે બન્ને એડલ્ટ છીએ"
મલાઈકા નોરા વિશે કહેતી જોવા મળે છે કે તેમને લાગે છે નોરા ગરમ સ્વભાવની છે. મલાઈકાનો કહેવાનો મતલબ હતો કે તેણીનો મૂડ વારંવરા બદલાતો રહેતો હોય છે. આ દરમિયાન ટેરેન્સ નોરા અને મલાઈકાને સાથે ડાન્સ કરવાની સલાહ આપે છે પરંતુ અચાનક નોરા કોઈ વાત પર ગુસ્સે થઈ જાય છે અને શૉ છોડીને જતી રહે છે.
આ પણ વાંચો:‘પઠાણ’નું ગીત ‘બેશરમ રંગ’ રિલીઝ, શાહરુખ-દીપિકાની હૉટ એન્ડ બૉલ્ડ કૅમેસ્ટ્રી ચોરી લેશે દિલ
ટેરેન્સ નોરાને રોકવાનો પ્રયાસ કરે છે. હવે જોવાનું એ રહ્યું કે નોરા ખરેખર ગુસ્સે થઈ કે પછી પ્રેંક છે.