બીમારીનું નાટક કરીને ભાગેલા કેદીઓને પકડવા ડ્રોનનો ઉપયોગ થયો: ૯ જેલ-કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા
કેદીઓ
તામિલનાડુના થેની જિલ્લાની સબ-જેલમાંથી ફરાર થયેલા ૧૭ કેદીઓમાંથી ૧૩ કેદીઓને પોલીસે ફરીથી ઝડપી લીધા હતા. ૨૬ ઑક્ટોબરે રાત્રે એક કેદી ભયાનક બીમાર હોવાનું નાટક કરવામાં આવ્યું હતું. જ્યારે જેલનો ગાર્ડ અંદર ગયો ત્યારે અન્ય કેદીઓએ તેના પર હુમલો કરીને મુખ્ય દરવાજાની ચાવીઓ ઝૂંટવી લીધી હતી અને તેઓ સુરક્ષા ભેદીને ફરાર થઈ ગયા હતા.
આ ઘટના બાદ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ (DGP) અને ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ (IGP) દ્વારા જેલની મુલાકાત લેવાઈ હતી. કેદીઓને પકડવા ૧૭ વિશેષ ટીમ બનાવાઈ હતી અને કેરલમ પોલીસ સાથે સંયુક્ત ઑપરેશન હાથ ધરાયું હતું. જંગલમાં છુપાયેલા આરોપીઓને શોધવા ડ્રોનનો ઉપયોગ કરાયો હતો. એક કેદી ભાગવા માટે રિક્ષામાં બેઠો હતો, પરંતુ પોલીસે તેને રસ્તામાં જ પકડીને પાછો જેલમાં મોકલી દીધો હતો. ફરજમાં બેદરકારી દાખવવા બદલ ૯ જેલ-કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
