Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દેશભરના પોલીસ-જવાનોની બાઇકરૅલી સ્ટૅચ્યુ ઑફ યુનિટી પહોંચી, ફૂલોથી સ્વાગત થયું

દેશભરના પોલીસ-જવાનોની બાઇકરૅલી સ્ટૅચ્યુ ઑફ યુનિટી પહોંચી, ફૂલોથી સ્વાગત થયું

Published : 28 October, 2026 07:52 AM | IST | Narmada
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દેશને નશામુક્ત બનાવવાના હેતુથી ફાઇટ અગૅઇન્સ્ટ ડ્રગની થીમ સાથેની મોટરસાઇકલ રૅલીમાં જોડાયા હતા વિવિધ રાજ્યોના પોલીસ-જવાન

બાઇકરૅલી પર પુષ્પવર્ષા કરીને સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

બાઇકરૅલી પર પુષ્પવર્ષા કરીને સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું.


રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થવા નૅશનલ મોટરસાઇકલ રૅલી ‘ફાઇટ અગેઇન્સ્ટ ડ્રગ’ થીમ સાથે ગઈ કાલે નર્મદા જિલ્લામાં આવી પહોંચતાં એનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રૅલીમાં જોડાયેલા દેશભરના પોલીસ-જવાનો સ્ટૅચ્યુ ઑફ યુનિટી, એકતાનગર ખાતે આવી પહોંચતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમને ફૂલોથી વધાવીને, તેમના પર ફૂલોની વર્ષા કરીને અભિવાદન કરવામાં આવ્યું હતું.
દેશને નશામુક્ત બનાવવાના હેતુથી યોજાયેલી આ રૅલીમાં દેશનાં વિવિધ રાજ્યોના પોલીસ વિભાગના જવાનો સહભાગી થયા હતા. રૅલીના માધ્યમથી નશામુક્ત કરવા વિશે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે તેમ જ યુવાનોને નશાથી દૂર રહેવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. આ અભિયાન અંતર્ગત વિવિધ યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં પણ નશામુક્તિ વિશે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ રૅલીનો મુખ્ય ઉદ્દેશ દેશને નશામુક્ત બનાવવાનો સંદેશ જન જન સુધી પહોંચાડવાનો છે. દેશનાં વિવિધ રાજ્યોના પોલીસ વિભાગના જવાનો આ અભિયાનમાં જોડાઈને નશામુક્તિ વિશે લોકજાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. રૅલી આવી પહોંચ્યા બાદ ઉપસ્થિત સૌકોઈએ નશામુક્તિની પ્રતિજ્ઞા લઈને નશામુક્ત સમાજના નિર્માણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. 

દિલ્હીના વેપારીઓની રાહુલ ગાંધીને ફરી અપીલ - રૅલીની તારીખ બદલો અથવા જગ્યા બદલો 



વોટચોરીના વિરોધમાં પહેલી નવેમ્બરે રામલીલા મેદાનમાં કૉન્ગ્રેસની મેગા રૅલીને ભાઈબીજ (૧૦ નવેમ્બર) સુધી મુલતવી રાખવાની દિલ્હીના વેપારીઓએ ફરી અપીલ કરી છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને લખેલા પત્રમાં ચેમ્બર ઑફ ટ્રેડ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (CTI)એ જણાવ્યું છે કે જો તારીખ ન બદલવી હોય તો રામલીલા મેદાનને બદલે આ રૅલી બુરાડી મેદાન અથવા જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં યોજવામાં આવે. 
આ મુદ્દે CTIના ચૅરમૅન બ્રિજેશ ગોયલે પત્રમાં જણાવ્યું હતું કે ‘દિવાળી પહેલાં પહેલી નવેમ્બરે તહેવારોની મોસમ છે. આ સમય દરમ્યાન રૅલી યોજવાથી દિલ્હીની આશરે વીસેક મુખ્ય જથ્થાબંધ અને છૂટક બજારોના વ્યવસાય પર ગંભીર અસર પડશે જેમાં ચાંદની ચોક, સદર બજાર, ખારી બાવલી અને ભગીરથ પૅલેસનો સમાવેશ થાય છે. આ મેગા રૅલીથી દિલ્હીના વેપારને આશરે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.’
વેપારી સંગઠનનો અંદાજ છે કે રૅલીમાં ૧૦ લાખ લોકો આવવાની અપેક્ષા છે તેથી ૧૫,૦૦૦થી ૨૦,૦૦૦ વાહનો દિલ્હી પહોંચી શકે છે. આનાથી જૂની દિલ્હીની મુખ્ય બજારોમાં ટ્રાફિકનું દબાણ વધવાની અને ગ્રાહકોની અવરજવર પર અસર થવાની સંભાવના છે.


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2026 07:52 AM IST | Narmada | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK