ઉનાળો કાઢવા માટે આઉટડોર્સ રહેવું અને સંગીત માણવું એ બેસ્ટ વિકલ્પ છે. હાથમાં કંઇ મસ્ત ડ્રિંક હોય અને લાઇવ મ્યુઝિક ચાલતું હોય તો બીજું શું જોઇએ. મેમથ લેક્સ જશો તો આવા ઘણા અનુભવ લઇ શકશો. નવા વર્ષના મ્યુઝિક ફેસ્ટિવલ્સની યાદી જોઇ લેવી પડે કારણકે તમે સંગીતમય ઉનાળો પસાર કરી શકો.
મેમથ ફીલ ગુડ ફેસ્ટિવલ, જૂન 28-29
આ ફેસ્ટિવલની બીજી સિઝન છે. હવામાન ગરમ, ડુંગરિયાળ વિસ્તાર અને ગ્રૂવી બેન્ડઝ સાથે ક્રાફ્ટ બીયર્સની મિજબાની એટલે ફીલ ગુડ ફેસ્ટિવલ.
ગિડ્ડી અપ મેમથ, 5-6 જુલાઈ
મેમથ લેક્સમાં ધ વિલેજ પ્લાઝા ખાતે ગીડીઅપ ફેસ્ટિવલમાં ઉનાળાનો ગરમાવોવાળા દિવસ અને ઠંડી સાંજ સાથે જુલાઈ માણો. આ ઇવેન્ટમાં દેશના નવા કાલાકારોનું પરફોર્મન્સ હોય છે. સારા સંગીતનો અનુભવ કરવાની મફત તક આપે છે. તમારી ખુરશી, ખાણું અને બૂટ લાવો રચો એક ધાંસુ મેમરી.
14 June, 2024 05:46 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent