Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ‍હવે ઊંટો પણ સુંદરતા માટે બોટોક્સ ટ્રીટમેન્ટ કરાવતાં થઈ ગયાં છે

‍હવે ઊંટો પણ સુંદરતા માટે બોટોક્સ ટ્રીટમેન્ટ કરાવતાં થઈ ગયાં છે

Published : 04 March, 2026 02:08 PM | IST | Oman
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૧૮ અને ૨૦૨૧માં પણ સાઉદી અરેબિયામાં થયેલા કૅમલ ફેસ્ટિવલમાં ડઝનબંધ ઊંટોને સ્પર્ધામાંથી બહાર કરાયાં હતાં. 

ઊંટો

અજબ ગજબ

ઊંટો


ફેબ્રુઆરીના અંતમાં ઓમાનમાં ઊંટોની બ્યુટી-કૉન્ટેસ્ટ યોજાઈ હતી. મિડલ-ઈસ્ટર્ન દેશોમાં બહુ ફેમસ એવી આ કૅમલ બ્યુટી કૉન્ટેસ્ટ હવે એટલી લોકપ્રિય અને કૉમ્પિટિટિવ થઈ ગઈ છે કે એમાં માલિકો પોતાના ઊંટને સુંદર અને કોઈ જ ખામી વિનાનાં દેખાડવા માટે ઊંટો પર પણ સર્જરી કરાવતા થઈ ગયા છે. ખાસ કરીને ઊંટોનો નીચેનો હોઠ નીચે લબડતો હોય છે એને પ્રિવેન્ટ કરવા માટે બોટોક્સનાં ઇન્જેક્શન્સ વાપરવાનું કૉમન થઈ ગયું છે. આ સ્પર્ધામાં ઊંટોની સુંદરતા એમના હોઠ, ગરદનનો વળાંક, માથું અને ખૂંધના શેપને આધારે જજ થાય છે. લાંબી ગરદન, મોટા અને ભરાવદાર હોઠ, પાંપણ પર ઘેરા વાળ અને સુડોળ ખૂંધને વધુ માર્ક મળે છે. આ કૉન્ટેસ્ટમાં હવે લાખો રૂપિયાનું ઇનામ પણ મળે છે એને કારણે ઊંટપાલકો બાળપણથી જ ઊંટના ઉછેર અને સૌંદર્ય પર વિશેષ ધ્યાન આપતા થઈ ગયા છે. યંગ એજનાં ઊંટને વધુ સુંદર દેખાડવા માટે લોકો હોઠ અને ગરદનને કડક બનાવવા માટે બોટોક્સનાં ઇન્જેક્શન્સ આપતા થઈ ગયા છે. આ સ્પર્ધા કુદરતી સૌંદર્ય માટે છે, કૃત્રિમ રીતે મેળવેલી સુંદરતા માટે નહીં એટલે આ વખતની સ્પર્ધામાં કૉસ્મેટિક સર્જરી કરાવનારાં ૨૦ ઊંટોને ડિસક્વૉલિફાય કરવામાં આવ્યાં હતાં. એની તપાસ માટે હવે પ્રાણીઓના કૉસ્મેટિક નિષ્ણાતોનો સહારો લેવામાં આવ્યો હતો. નિષ્ણાતોએ નોંધ્યું હતું કે કેટલાંક ઊંટોના હોઠમાં હાઇલ્યુરૉનિક ઍસિડનું ઇન્જેક્શન લગાવવામાં આવ્યું હતું તો કેટલાક ઊંટના નાકનો ઉભાર સારો દેખાડવા માટે એમાં ફિલર અને સિલિકૉનનું ઇમ્પ્લાન્ટ લગાવવામાં આવ્યું હતું. ખૂંધ માટે પણ હવે સિલિકૉન વૅક્સનાં ઇન્જેક્શન અપાયાં છે. ૨૦૧૮ અને ૨૦૨૧માં પણ સાઉદી અરેબિયામાં થયેલા કૅમલ ફેસ્ટિવલમાં ડઝનબંધ ઊંટોને સ્પર્ધામાંથી બહાર કરાયાં હતાં. 


Whatsapp-channel Whatsapp-channel

04 March, 2026 02:08 PM IST | Oman | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK