Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Oman

લેખ

જ્યૉર્જેટા નામની બાર્બી જેવો લુક ધરાવતી ટ્રક-ડ્રાઇવર

રોમાનિયાની બાર્બી ટ્રક-ડ્રાઇવર, તેની ટ્રકનો રંગ છે રોઝી પિન્ક

જ્યૉર્જેટાનું કહેવું છે કે ‘અત્યાર સુધી મેં બીજી કંપનીઓ માટે કામ કર્યું હતું અને એ કંપનીઓ ટ્રકને મારી રીતે સજાવવાની છૂટ નહોતી આપતી. જોકે હવે આ મારી ટ્રક છે અને મારું આ ડ્રીમ છે.’

26 March, 2025 03:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ન્યુ યર ધેટ નેવર કેમ ફિલ્મનું પોસ્ટર અને ડાયરેક્ટર બોગદાન મુરેશાનુ

રોમાનિયન ડાયરેક્ટર બોગદાન મુરેશાનુ સાથે ઈતિહાસ, ક્રાંતિ અને સિનેમા વિશે વાત

રોમાનિયન ડાયરેક્ટર બોગદાન મુરેશાનુની ફિલ્મ `ન્યુ યર ધેટ નેવર કેમ`ને 55મા IFFI ગોઆમાં શ્રેષ્ઠ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો છે. વૈશ્વિક સ્તરે 14 એવોર્ડ મેળવી ચુકેલી આ ફિલ્મ એક રાજકીય કટાક્ષ છે અને રાજકીય સિનેમા બનાવનારાઓ માટે એખ સિમાચિહ્ન સમાન છે

20 February, 2025 01:21 IST | Mumbai | Chirantana Bhatt
ત્રણેય શંકરાચાર્યે કર્યું અમૃત સ્નાન, નાગા સાધુઓએ હવામાં તલવાર લહેરાવી, શ્રદ્ધાળુઓએ પગની ધૂળ એકઠી કરી

ત્રણેય શંકરાચાર્યે કર્યું અમૃત સ્નાન, નાગા સાધુઓએ હવામાં તલવાર લહેરાવી

દુર્ઘટનાને લીધે અખાડાઓને સ્નાન નહીં કરવાની મુખ્ય પ્રધાને વિનંતી કરી, તેઓ માની ગયા પણ પરિસ્થિતિ સામાન્ય થયા પછી અમૃત સ્નાન કર્યું : હેલિકૉપ્ટરથી પુષ્પવર્ષા થઈ

30 January, 2025 11:13 IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
શ્યામ બેનેગલ, નસીરુદ્દીન શાહ અને બમન ઈરાની, જાવેદ અખ્તર, ગુલઝાર

રાજકીય સન્માન સાથે શ્યામ બેનેગલને આપવામાં આવી અંતિમ વિદાય

ફિલ્મમેકર ગોવિંદ નિહલાણીને શ્યામ બેનગલ સાથેનાં સંસ્મરણોની વાત કરવા કહ્યું તો તેમણે કહ્યું હતું કે હું કંઈ બોલી શકું એમ નથી, પ્લીઝ.

25 December, 2024 01:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

આજનાં વન્ડર વુમન છે આર્ટિસ્ટ અપર્ણા શેઠ (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

વન્ડર વુમન : પોતાના જેવી અનેક અપર્ણા શેઠ ઊભી કરી રહ્યાં છે મુંબઈનાં આ આર્ટિસ્ટ!

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બોક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. તેમાંય જ્યારે એક સ્ત્રી બીજી અનેક સ્ત્રી માટે દીવો બનીને અજવાળું ફેલાવે તો!? અને આ દીવો કળાનો હોય તો તેની શક્તિજ્યોત જગત માટે પ્રેરણારૂપ બની જાય છે. આજે આપણે વાત કરવાની છે આર્ટિસ્ટ અપર્ણા શેઠની. જેમણે પોતાના કળાના શોખને જીવંત તો રાખ્યો જ પણ સાથે અનેક મહિલાઓને આત્મનિર્ભર પણ કરી. આજે તે અનેક મહિલાઓને, બાળકોને કપડાંની થેલીઓ બનાવી તેમાં ડિઝાઇન કરતાં, હૉમ ડેકોરની વસ્તુઓ શણગારતાં, કાગળમાંથી સુંદર આર્ટ-પીસ બનાવતાં શીખવે છે. પોતાની રંગીન જર્ની વિશે અપર્ણા શેઠે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શેર કરેલી વાતો જાણવી તમનેય ખૂબ ગમશે. તો, ચાલો...

26 March, 2025 10:00 IST | Mumbai | Dharmik Parmar
ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહેલા પોલીસકર્મીઓ (તસવીરો- હનીફ પટેલ)

હોળીને દિવસે હચમચ્યું મુંબઈ, સૂટકેસમાં મળ્યું મહિલાનું માથું- પોલીસ તપાસ શરૂ

મહારાષ્ટ્રમાં પાલઘર જિલ્લાના વિરારમાં ગુરુવારે રાત્રે દર્દનાક ઘટનાથી ચકચાર મચી જવા પામી. અહીં એક સૂટકેસમાં મહિલાનું કપાયેલ માથું મળી આવ્યું હતું. પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી છે. (તસવીરો- હનીફ પટેલ)

15 March, 2025 07:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આજનાં વન્ડર વુમન છે ડૉ. પ્રો. પારુલ શાહ (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

કૅન્સર સામે જીત મેળવી 73ની વયે પણ ભરતનાટ્યમ માટે જીવન સમર્પિત કર્યું પારુલ શાહે

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બોક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. ભારત તેના સાંસ્કૃતિક વારસા અને  ઇતિહાસ માટે જાણીતો છે. નૃત્યની કલા હોય કે પછી શાસ્ત્રીય ગાયન દરેકની પરંપરાઓ અનેક સદીઓથી ચાલતી આવી રહી છે, જોકે છેલ્લા કેટલાક વર્ષોથી આ પરંપરાઓ અને કલામાં વ્યવસાયીકરણ આવ્યું છે, ક્યારેક લાગે કે કલા ભૂંસાઈ રહી છે અથવા તો તેમાં માત્ર પ્રયોગાત્મક કામ થાય છે. જો કે સદનસીબે સાવ એવું નથી. ભારતમાં સાત શાસ્ત્રીય નૃત્ય છે અને તેમાં ‘ભરતનાટ્યમ’સૌથી જુનું ગણાય. દેવદાસીની પ્રથામાંથી મંચ સુધી પહોંચેલા આ નૃત્યની સફર કમાલની છે. આમ તો દેશમાં ભરતનાટ્યમના ઘણાં એક્સપોનન્ટ્સ છે, દરેકની આગવી જર્ની પણ છે પણ આજે આપણે વાત કરીશું ડૉ. પારુલ શાહની, જેમણે ભરતનાટ્યમમાં પીએચડી કર્યું, તેનું શિક્ષણ આપ્યું અને આજે રિટાયરમેન્ટને એક દાયકા કરતાં વધુ સમય થયો હોવા છતાં કલા સેવાને અટકાવી નથી. તેમના જીવનમાં કેન્સર જેવો મોટો અવરોધ આવ્યો અને જિંદગીનો તાલ બેતાલો થયો છતાં પણ તેમની હિંમત અને નિશ્ચય શક્તિ લેખે લાગી. તે એક એવાં વન્ડર વુમન છે જેઓ  સતત ‘ભરતનાટ્યમ’સાથે વધુમાં વધુ લોકો સાથે જોડવાનો કાર્યશીલ છે. ગુજરાતના એક અપર મિડલક્લાસ ફૅમિલીમાં જન્મેલા ડૉ. પ્રો. પારુલ શાહ જેઓ 75 ની વયે પણ ફિટ રહેવાની સાથે ભરતનાટ્યમના પ્રશિક્ષણ કલાને આગળ વધારી રહ્યાં છે.

13 March, 2025 06:59 IST | Mumbai | Viren Chhaya
વિમેન્સ ડે ૨૦૨૫

રેલવેની અનેરી નારીઓ

મહિલાઓ હવે વંદે ભારત એક્સપ્રેસ પણ ચલાવે છે ત્યારે હજીયે રેલવેનાં એવાં કેટલાંય કામ છે જે મહિલાઓને કરતી જોઈને ભારે આશ્ચર્ય થાય! એવું કોઈ ક્ષેત્ર નથી જ્યાં મહિલાઓ ન હોય એવું આપણે ઘણી વાર કહેતા હોઈએ છીએ. આજની તારીખમાં તો દરેક ક્ષેત્રે મહિલાઓનો દબદબો છે, પણ હજીયે એવાં ઘણાં કાર્યો છે જેમાં મહિલાઓ કામ કરે તો દુનિયા આશ્ચર્યની નજરે જુએ. તમે મહિલાઓને ટ્રેન ચલાવતાં જોઈ હશે પણ રેલવે પ્રશાસન અંતર્ગત આવતા અઢળક વિભાગોમાં એવાં કાર્યો છે જેના વિશે જાણીએ તો લાગે કે એ તો ફક્ત પુરુષો જ કરી શકે છે. જોકે આ વિભાગોમાં પણ હવે મહિલાઓ ડંકો વગાડી રહી છે. સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝનમાં વુમન પાવર દર્શાવતી સુપરવિમેનને મળીએ.

09 March, 2025 07:21 IST | Mumbai | Kajal Rampariya

વિડિઓઝ

પુણે બસ હુમલો: બસની અંદર 26 વર્ષીય મહિલા પર બળાત્કાની ઘટનાથી લોકોમાં ભારે આક્રોશ

પુણે બસ હુમલો: બસની અંદર 26 વર્ષીય મહિલા પર બળાત્કાની ઘટનાથી લોકોમાં ભારે આક્રોશ

મંગળવારે વહેલી સવારે એટલે કે 25 ફેબ્રુઆરીના રોજ પુણેના સ્વારગેટ બસ સ્ટેન્ડ પર પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટર દૂર પાર્ક કરેલી બસમાં 26 વર્ષીય મહિલા પર જાતીય હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો સવારે 5:45 થી 6:30 વાગ્યાની વચ્ચે થયો હતો. દત્તાત્રેય રામદાસ ગાડે તરીકે ઓળખાતા શંકાસ્પદ વ્યક્તિ CCTV ફૂટેજમાં કેદ થયો હતો, પરંતુ તે હજી પણ ફરાર છે. પુણે શહેર પોલીસે તેને શોધવા અને ધરપકડ કરવા માટે 13 ટીમો બનાવી છે. ક્રાઇમ બ્રાન્ચની આઠ અને સ્વારગેટ પોલીસ સ્ટેશનની પાંચ ટીમો આરોપીને શોધવા માટે કામ કરી રહી છે. શોધમાં મદદ કરવા માટે કેટલીક ટીમોને જિલ્લાની બહાર પણ મોકલવામાં આવી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી, ફરિયાદ નોંધી અને CCTV ફૂટેજ સુરક્ષિત કર્યા, જેનાથી તપાસ શરૂ કરવામાં મદદ મળી. અધિકારીઓ એ પણ તપાસ કરી રહ્યા છે કે બસ ડેપો મેનેજમેન્ટે તેમના પરિસરમાં આવી ઘટના કેવી રીતે બનવા દીધી. હુમલાના જવાબમાં, શિવસેના (UBT) ના નેતા વસંત મોરેએ, અન્ય પક્ષના સભ્યો સાથે, સ્વરગેટ બસ સ્ટેન્ડ પર વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું, જેમાં પીડિતાને ન્યાય આપવાની માગ કરવામાં આવી.

27 February, 2025 09:37 IST | Pune
બોમન ઈરાની, અવિનાશ તિવારી અને શ્રેયા ચૌધરીએ ફિલ્મ `ધ મહેતા બોય્ઝ` વિશે કરી વાત

બોમન ઈરાની, અવિનાશ તિવારી અને શ્રેયા ચૌધરીએ ફિલ્મ `ધ મહેતા બોય્ઝ` વિશે કરી વાત

`ધ મહેતા બોય્ઝ`ના સ્ટાર્સ અવિનાશ તિવારી અને શ્રેયા ચૌધરીએ ફિલ્મ વિશે ચર્ચા કરી, જે 48 કલાકના ફરજિયાત રોકાણ દરમિયાન પિતા-પુત્રના જટિલ સંબંધોની વાત કરે છે. બોમન ઈરાની દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ ફક્ત પિતા-પુત્રના બંધનમાં જ નહીં પરંતુ અન્ય અંગત સંબંધોમાં પણ ભાવનાત્મક ગતિશીલતામાં ડૂબકી લગાવે છે. અવિનાશ અને શ્રેયા બંનેએ વાર્તાની સાપેક્ષતા અને વાસ્તવિક જીવનની ભાવનાત્મક ઊંડાણને પ્રકાશિત કરી. ધ મહેતા બોય્ઝ 7 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની તૈયારીમાં છે.

31 January, 2025 09:46 IST | Mumbai
કોલકાતા બાદ, સાયન હોસ્પિટલમાં નશામાં ધૂત દર્દી દ્વારા મહિલા ડૉક્ટર પર હુમલો

કોલકાતા બાદ, સાયન હોસ્પિટલમાં નશામાં ધૂત દર્દી દ્વારા મહિલા ડૉક્ટર પર હુમલો

18 ઓગસ્ટના રોજ મુંબઈની સાયન હોસ્પિટલમાં નશામાં ધૂત દર્દી અને તેના સંબંધીઓ દ્વારા એક મહિલા રેસિડેન્ટ ડૉક્ટર પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. સાયન-MARD અને BMC-MARDના જનરલ સેક્રેટરી ડૉ. અક્ષય મોરેએ ડૉક્ટરોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરતી વિગતો શેર કરી હતી અને આવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે અને વારંવાર નોંધાતી નથી. ડો. મોરેના જણાવ્યા મુજબ, દર્દી મધ્યરાત્રિ પછી ઇમરજન્સી રૂમમાં પહોંચ્યો હતો, તેની સાથે 7-8 સંબંધીઓ હતા. હોસ્પિટલ પહોંચતા પહેલા તે હુમલામાં સામેલ હતો અને તેના ચહેરા પર ઈજાના નિશાન હતા. તેની ઇજાને કારણે, તેને સવારે 3:30 વાગ્યે ઇએનટી વિભાગમાં રીફર કરવામાં આવ્યો હતો, જ્યાં કૉલ પર રહેતી ડૉક્ટર, એક મહિલાએ તેની તપાસ કરવાનું શરૂ કર્યું. જ્યારે ડોક્ટરે તેના ઘાવનું મૂલ્યાંકન કરવા માટે કપડાં ઉતાર્યા, ત્યારે દર્દીએ તેની સાથે મૌખિક રીતે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું. પરિસ્થિતિને શાંત કરવાને બદલે, સંબંધીઓ મૌખિક દુર્વ્યવહારમાં જોડાયા, જે ઝડપથી શારીરિક હુમલામાં પરિણમ્યું. નર્સોએ દરમિયાનગીરી કરી હોવા છતાં, સુરક્ષાને બોલાવવામાં આવે તે પહેલાં ડૉક્ટરે તેના હાથ પર ઘર્ષણ ચાલુ રાખ્યું હતું. સિક્યુરિટી આવી ત્યાં સુધીમાં દર્દી અને તેના સંબંધીઓ ભાગી ગયા હતા. ડૉ. મોરે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવી ઘટનાઓ ચિંતાજનક રીતે સામાન્ય છે અને મોટાભાગે જાણ કરવામાં આવતી નથી, પરંતુ આ ચોક્કસ કેસની ગંભીરતા, ખાસ કરીને કોલકાતામાં તાજેતરની ઘટનાઓના પ્રકાશમાં, તેને અવગણવું અશક્ય બનાવ્યું.

18 August, 2024 06:08 IST | Mumbai
મનુ ભાકર બની પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા શૂટર, PMએ અભિનંદન

મનુ ભાકર બની પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા શૂટર, PMએ અભિનંદન

મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલા એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 221.7ના સ્કોર સાથે ભાકરે ઓલિમ્પિક શૂટિંગ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા તરીકે ઈતિહાસ રચ્યો હતો. આ સિદ્ધિ આ ઓલિમ્પિકમાં ભારતનો પ્રથમ મેડલ પણ છે. ટોક્યો ઓલિમ્પિકમાં પિસ્તોલની ખામી બાદ ભાકરનું પ્રદર્શન નોંધપાત્ર હતું. 20 વર્ષમાં શૂટિંગની ફાઇનલમાં પહોંચનારી તે પ્રથમ ભારતીય મહિલા છે. દક્ષિણ કોરિયાની યે જીને 243.2ના રેકોર્ડ સ્કોર સાથે ગોલ્ડ જ્યારે કિમ યેજીએ 241.3 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાકરને અંગત રીતે અભિનંદન પાઠવ્યા હતા અને તેમની ઐતિહાસિક જીત બદલ તેમની પ્રશંસા કરી હતી. વધુ માહિતી માટે વીડિયો જુઓ.

29 July, 2024 06:48 IST | Paris

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK