Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સસરાને ચાલવામાં તકલીફ પડતી હોવાથી વહુએ તેમને ખભે ઊંચકીને કરાવી યાત્રા

સસરાને ચાલવામાં તકલીફ પડતી હોવાથી વહુએ તેમને ખભે ઊંચકીને કરાવી યાત્રા

Published : 22 November, 2026 10:09 AM | Modified : 22 November, 2026 10:52 AM | IST | Patna
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સસરા લાકડીના સહારે પણ ચાલી શકતા ન હોવાથી તેમને બહાર લઈ જવા અને મંદિરે દર્શન કરાવવા માટે દીકરાની વહુ તેમને ખભે ઊંચકી લે છે. વહુઓ હંમેશાં સાસુ-સસરાને પરેશાન કરતી હોય છે.

સસરાને વહુએ તેમને ખભે ઊંચકીને કરાવી યાત્રા

અજબ ગજબ

સસરાને વહુએ તેમને ખભે ઊંચકીને કરાવી યાત્રા


એક વહુનો સસરા પ્રત્યેનો અનોખો સેવાભાવ દર્શાવતો કિસ્સો ભાવુક કરી દે એવો છે. બિહારના છપરા જિલ્લામાં બનેલી આ ઘટના છે. સસરા લાકડીના સહારે પણ ચાલી શકતા ન હોવાથી તેમને બહાર લઈ જવા અને મંદિરે દર્શન કરાવવા માટે દીકરાની વહુ તેમને ખભે ઊંચકી લે છે. વહુઓ હંમેશાં સાસુ-સસરાને પરેશાન કરતી હોય છે એવું દરેક વખતે સાચું નથી હોતું. આ મહિલાને લોકો હવે કળિયુગની શ્રવણકુમાર ગણાવી રહ્યા છે. કોઈક ધાર્મિક યાત્રા દરમ્યાન સસરા-વહુનો વિડિયો બનાવનાર મનીષ સિંહ લખે છે, ‘સંબંધો માત્ર લોહીનાં જ હોય એવું જરૂરી નથી. સંબંધો નિભાવવા માટે જઝ્બો હોવો જોઈએ. એક વહુએ સાબિત કરી દીધું કે માનવતા હજી જીવતી છે.’


Whatsapp-channel Whatsapp-channel

22 November, 2026 10:52 AM IST | Patna | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK