જો કદાચ તે સીધો નીચે પડ્યો હોત તો તેનું મોત પણ થઈ શકતું હતું. આ વિડિયો હાલ સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.
ગુસ્સામાં પત્નીએ પતિને છત પરથી નીચે ફેંકી દીધો
પતિ-પત્નીના જીવનમાં ઝઘડો એક સામાન્ય વસ્તુ છે, પરંતુ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા એક વિડિયોમાં ચોંકાવનારી ઘટના જોવા મળી હતી. એમાં છત પર પતિ-પત્ની ઝઘડો કરી રહ્યાં છે. આ દરમ્યાન ગુસ્સામાં પત્નીએ પતિને ધક્કો મારીને છત પરથી નીચે ફેંકી દીધો હતો. વિડિયોમાં જોવા મળે છે કે ગુસ્સામાં પત્નીએ પતિને ધક્કો માર્યો અને પતિ સીધો નીચે પડી જાય છે. જોકે વચ્ચે બનેલી ઝૂંપડીને કારણે પતિ બચી જાય છે. જો કદાચ તે સીધો નીચે પડ્યો હોત તો તેનું મોત પણ થઈ શકતું હતું. આ વિડિયો હાલ સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.

