ગયા અઠવાડિએ જ વેલેન્ટાઇન ડે ગયો, જોકે પ્રેમ હજી પણ વાતાવરણમાં જણાઈ રહ્યો છે, લાંબા સમયથી પ્રેમ સંબંધોમાં રહેલા સમલૈંગિક યુગલો (ગે કપલ્સ)એ તેમના પ્રેમ અને આશાઓની વાર્તાઓ આ ફિલ્મમાં જણાવી છે. 21 ફેબ્રુઆરીએ દેશભરમાં રિલીઝ થનારી "કુછ સપને અપને" સહિત ઘણી ફિલ્મો પાછળના ફિલ્મ મેકર્સની જોડી શ્રીધર રંગાયન અને સાગર ગુપ્તા 30 વર્ષથી રિલેશનમાં છે! આ અંગે રંગાયન અને ગુપ્તાએ કહ્યું "અમે અમારા જીવનના અડધાથી વધુ સમય સાથે વિતાવ્યા છે, એક એવા સંબંધમાં જે વર્ષોથી વધુ મજબૂત બન્યો છે. જેમ કે અમારી ફિલ્મમાં કાર્તિક અને અમન પ્રતિજ્ઞા લે છે, `અમે સાથે વૃદ્ધ થવાની યોજના બનાવીએ છીએ`. સુપ્રીમ કોર્ટમાં લગ્ન સમાનતા કેસમાં અમે બન્ને અરજદાર હતા, અને અમારી અપીલ ફગાવી દેવામાં આવી હતી. પરંતુ અમે આશા ગુમાવીશું નહીં, અને ઘણા અન્ય યુગલોની મદદથી અમે લગ્ન અધિકારો માટે અમારા કેસ માટે દબાણ કરવાનું ચાલુ રાખીશું." ફિલ્મમાં સાત્વિક ભાટિયા અને અર્પિત ચૌધરી એક ગે યુગલ કાર્તિક અને અમનની ભૂમિકામાં છે, જે સમલૈંગિક લગ્ન માટે અરજી દાખલ કરી રહ્યા છે, તે 21 ફેબ્રુઆરીએ ભારતના 10 શહેરોમાં 16 થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
21 February, 2025 07:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent