આ કાર્યવાહીમાં પોલીસે પાંચ યુવાનોની ધરપકડ હતી અને આશરે ૩.૪૫ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું
પ્રતીકાત્મક તસવીર
પુણે પોલીસે ગઈ કાલે એક ઇન્ટરનૅશનલ ડ્રગ્સ-રૅકેટનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે પાંચ યુવાનોની ધરપકડ હતી અને આશરે ૩.૪૫ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. પાંચેય આરોપી ૨૧થી ૨૮ વર્ષના યુવાનો હોવાનું પોલીસે જણાવ્યું હતું. પુણે, મુંબઈ, ગોવા અને ગુવાહાટી સહિતનાં સ્થળો પરથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આપેલી માહિતી પ્રમાણે આરોપીઓએ પિંપરી-ચિંચવડમાં એક ફ્લૅટમાં ગાંજો ઉગાડવા માટે ઇન-હાઉસ ફૅક્ટરી સ્થાપી હતી. આખું રૅકેટ તોડી પાડવા માટે કરવામાં આવેલી વ્યાપક કાર્યવાહીમાં પોલીસ આ કેસમાં બે વિદેશી નાગરિકો સહિત વધુ પાંચ વ્યક્તિની શોધ કરી રહી છે.


