T20માં સૌથી વધુ રેટિંગ-પૉઇન્ટ મેળવનાર ભારતીય બોલર બની ગયો
જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી
ગઈ કાલે જાહેર થયેલા ICC રૅન્કિંગમાં વરુણ ચક્રવર્તીએ કરીઅર-બેસ્ટ ૮૧૮ રેટિંગ-પૉઇન્ટ સાથે T20ના નંબર વન બોલર તરીકેનું તેનું સ્થાન મજબૂત કર્યું હતું. આ સાથે તે T20માં સૌથી વધુ રેટિંગ મેળવનાર ભારતીય બોલર બની ગયો છે. અત્યાર સુધી ૭૮૩ રેટિંગ-પૉઇન્ટનો રેકૉર્ડ જસપ્રીત બુમરાહના નામે હતો જે તેણે ફેબ્રુઆરી ૨૦૧૭માં હાંસલ કર્યો હતો. આ મામલે ઓવરઑલ રેકૉર્ડ ૮૬૫ પૉઇન્ટનો છે જે ભૂતપૂર્વ પાકિસ્તાની પેસર ઉમર ગુલના નામે છે.
હાલ ચાલી રહેલી સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં ત્રણેય મૅચમાં બે-બે વિકેટ મેળવીને સૌથી વધુ ૬ વિકેટ તેણે ઝડપી છે. આ સાથે હવે તે બીજા સ્થાનના બોલર ન્યુ ઝીલૅન્ડના જૅકબ ડફીથી ૧૧૯ પૉઇન્ટની લીડ લઈ લીધી છે.


