સુનીતાના પપ્પા મહેસાણા નજીકના ઝૂલાસણ ગામના રહેવાસી છે. સુનીતાએ પણ પપ્પાના ગામમાં ફરી એક વાર આવવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
સુનીતા વિલિયમ્સ
તૃણમૂલ કૉન્ગ્રેસના રાજ્યસભાના સંસદસભ્ય મોહમ્મદ નદીમુલ હકે ગઈ કાલે ભારતીય મૂળનાં ૫૯ વર્ષનાં અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સને ભારત રત્ન આપવાની માગણી કરી હતી. રાજ્યસભામાં ઝીરો અવર દરમ્યાન તેમણે કહ્યું હતું કે ‘સુનીતાની સફળતા પર ભારતમાં હંમેશાં ઉજવણી કરવામાં આવે છે. હવે ભારત રત્ન આપવામાં આવશે તો મોટી ઉજવણી કરી શકાશે. તે હાલમાં જ સ્પેસ સ્ટેશનમાં ૯ મહિના પસાર કરીને સફળતાપૂર્વક પૃથ્વી પર પાછી ફરી છે.’
સુનીતાના પપ્પા મહેસાણા નજીકના ઝૂલાસણ ગામના રહેવાસી છે. સુનીતાએ પણ પપ્પાના ગામમાં ફરી એક વાર આવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ જ કારણસર તેનું ભારત અને ખાસ કરીને ગુજરાત સાથે સ્પેશ્યલ બૉન્ડ છે.

