મેદસ્વિતા સામેની વડા પ્રધાનની લડત શરૂ થઈ ગઈ છે, નરેન્દ્ર મોદીએ આ ૧૦ જણને ચૅલેન્જ આપી તેલનો વપરાશ ૧૦ ટકા ઓછો કરવાની
નરેન્દ્ર મોદી
રવિવારે ‘મન કી બાત’માં ઓબેસિટી એટલે કે મેદસ્વિતા સામેની લડત વિશે વાત કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું ૧૦ જણને તેમના ભોજનમાં તેલનો વપરાશ ૧૦ ટકા ઘટાડવાની વિનંતી કરીશ અને એમ કરવાનો તેમને પડકાર આપીશ તથા તેમને આગ્રહ કરીશ કે તેઓ નવા ૧૦-૧૦ જણને આ ચૅલેન્જ પાસ-ઑન કરે.



