વ્હાઇટ હાઉસ સ્ટેટ ડિનર(White House State Dinner): વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના સન્માનમાં વ્હાઇટ હાઉસ ખાતે સ્ટેટ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ VVIPઓએ હાજરી આપી હતી. ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani),મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા(Anand Mahindra), એડોબના સીઈઓ શાંતનુ નારાયણ અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ(Sundar Pichai)એ હાજરી આપી હતી. પીએમ મોદીએ સ્ટેટ ડિનર માટે જો બાઈડનનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે તમે મારા માટે તમારા ઘરના દરવાજા ખોલી દીધા. જો બાઈડન અને જીલ બાઈડનની પ્રશંસા કરતા PM એ ખાસ રાત્રિભોજન માટે તેમનો આભાર માન્યો. આવો જોઈએ સ્ટેટ ડિનરની તસવીરો. (તમામ તસવીર: એએફપી/ પીટીઆઈ)
23 June, 2023 11:59 IST | Washington | Gujarati Mid-day Online Correspondent