આશરે ૪૨૮૦ કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત આ પુલનું નામ બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નીતીશ કુમારના નામ પરથી રાખવામાં આવ્યું છે.
નીતીશ સેતુનું નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે બિહારમાં ગંગા નદી પર બનેલા ૯.૭૬ કિલોમીટર લાંબા ‘નીતીશ સેતુ’નું ઉદ્ઘાટન કર્યું હતું. ૬ લેન ધરાવતો આ કેબલ-સ્ટેય્ડ બ્રિજ વૈશાલી જિલ્લાના બિદુપુર બ્લૉકને પટનાના બાહ્ય વિસ્તારમાં આવેલી કચ્છી દરગાહ સાથે જોડે છે. આશરે ૪૨૮૦ કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત આ પુલનું નામ બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નીતીશ કુમારના નામ પરથી રાખવામાં આવ્યું છે; તેમના કાર્યકાળ દરમ્યાન જ આ પ્રોજેક્ટની કલ્પના કરવામાં આવી હતી અને એને પૂર્ણતાના આરે પહોંચાડવામાં આવ્યો હતો.
પશ્ચિમ બંગાળમાં બૃહન્નલ્લા બ્રિગેડ તૈયાર કરવામાં આવશે
ADVERTISEMENT
વ્યંડળો કરશે ટ્રાફિક-જાગૃતિ અને સુધરાઈના ટૅક્સ-કલેક્શનમાં મદદ
પશ્ચિમ બંગાળ સરકારે ટ્રાન્સજેન્ડર લોકોને ટ્રાફિક જાગૃતિ ઝુંબેશ અને મ્યુનિસિપલ ટૅક્સ વસૂલાતમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે, ‘બૃહન્નલા બ્રિગેડ’ નામની આ નવી પહેલ હેઠળ તેમને માસિક સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. આ પગલું તેમને ગૌરવપૂર્ણ આજીવિકાની તકો પૂરી પાડવા અને તેમને મુખ્ય પ્રવાહમાં લાવવાની પહેલનો એક ભાગ છે. ‘બૃહન્નલા બ્રિગેડ’ના ટ્રાન્સજેન્ડર સમુદાયના સભ્યોને ટ્રાફિક-સિગ્નલો અને સ્થાનિક ટ્રેનોમાં ભીખ માગવા માટે મજબૂર કરતી સામાજિક અને આર્થિક નબળાઈઓમાંથી બહાર કાઢવાનો છે અને તેમને જાહેર સેવામાં માળખાગત સંડોવણી પૂરી પાડવાનો છે. સુધરાઈના અધિકારીઓ તેમને ટૅક્સ કલેક્શન માટે પણ લઈ જશે.
વિદેશી મહિલાઓએ ભાગ લીધો પાઘડી-સ્પર્ધામાં

રાજસ્થાનના પુષ્કરમાં ચાલતા ઇન્ટરનૅશનલ પુષ્કર કૅમલ ફેર અંતર્ગત ગઈ કાલે અજમેરમાં યોજાયેલી પાઘડી પહેરાવવાની સ્પર્ધામાં વિદેશી મહિલાઓએ પણ ભાગ લીધો હતો.
