Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્રના નવા ગવર્નર જિષ્ણુ દેવ વર્મા

મહારાષ્ટ્રના નવા ગવર્નર જિષ્ણુ દેવ વર્મા

Published : 07 March, 2026 11:47 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નવા ગવર્નર અને લેફ્ટનન્ટ ગવર્નરની નિમણૂક

જિષ્ણુ દેવ વર્મા

જિષ્ણુ દેવ વર્મા


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે પાંચમી માર્ચે દિલ્હી, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ સહિત ૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નવા ગવર્નર અને લેફ્ટનન્ટ ગવર્નરની નિમણૂક કરી હતી. આ વ્યાપક ફેરફાર વહીવટી પુનર્ગઠનના ભાગરૂપે કરવામાં આવ્યા હતા.

પશ્ચિમ બંગાળમાં ગુરુવારે રાજીનામું આપનારા ડૉ. સી. વી. આનંદ બોઝના સ્થાને આર. એન. રવિને નવા રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે.



વિનયકુમાર સક્સેનાને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરપદ પરથી લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.


ભૂતપૂર્વ ડિપ્લોમૅટ તરનજિત સિંહ સંધુને દિલ્હીના નવા લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

હિમાચલ પ્રદેશના ગવર્નર રહેલા શિવ પ્રતાપ શુક્લાને તેલંગણના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.


તેલંગણનાં ભૂતપૂર્વ ગવર્નર જિષ્ણુ દેવ વર્મા હવે મહારાષ્ટ્રના નવા ગવર્નર છે. અત્યાર સુધી ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રત મહારાષ્ટ્રના ગવર્નરનો વધારાનો ચાર્જ સંભાળી રહ્યા હતા.

વરિષ્ઠ નેતા નંદ કિશોર યાદવને નાગાલૅન્ડના નવા ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) સૈયદ અતા હસનૈનને બિહારના નવા ગવર્નર નિયુક્ત કરવામાં આવ્યા છે.

લદ્દાખના વિદાયમાન લેફ્ટનન્ટ ગવર્નર કવિંદર ગુપ્તાને હિમાચલ પ્રદેશના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

કેરલાના ભૂતપૂર્વ ગવર્નર રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને તામિલનાડુના નવા ગવર્નરપદે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ નિમણૂકો સંબંધિત નિયુક્ત વ્યક્તિઓ દ્વારા તેમના કાર્યભાર સંભાળવાની તારીખથી અમલમાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

07 March, 2026 11:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK