Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ladakh

લેખ

પાંચ દિવસનો ટ્રેક પૂરો કર્યા બાદ પપ્પા સાથે ભારતનો તિરંગો ફરકાવી સેલિબ્રેટ કરતી રૂહી.

થીજી ગયેલી ઝંસ્કાર નદી પર ચાદર ટ્રેક કરનારી યંગેસ્ટ પાર્ટિસિપન્ટ ગુજરાતી ગર્લ

લદ્દાખની માઇનસ ૩૫ ડિગ્રી ઠંડીમાં ૧૦ વર્ષની રૂહી રાઠોડ ૬૫ કિલોમીટરનું પાંચ દિવસનું અતિશય આકરું ટ્રેકિંગ કરી આવી

10 March, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૅન્ગૉન્ગ ફ્રોઝન લેક મૅરથૉનમાં ભાગ લેનારા મુંબઈગરા

મૅરથૉન પૂરી કરવામાં મુંબઈની સરખામણીએ ડબલ સમય લાગ્યો

એક વ્યક્તિને મેડિકલ કારણસર દોડવાની પરવાનગી આપવામાં નહોતી આવી એટલે ૬ જણે ફુલ મૅરથૉનમાં ભાગ લીધો હતો અને એ પૂરી કરી હતી.

01 March, 2025 04:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
(ડાબેથી) દીપા કાત્રોડિયા, પૂર્વી આશર, ડૉ. નીલ આશર, ઉન્મેશ નાયક, પ્રદીપ કાત્રોડિયા, ધનરાજ સંસારે અને કલ્પેશ દોશી.

લદ્દાખના થીજી ગયેલા પૅન્ગૉન્ગ લેક પર મુંબઈગરાઓ દોડશે મૅરથૉન

આખા દેશમાંથી માત્ર ૩૮ રનર ફુલ મૅરથૉન દોડવાના છે. મુંબઈથી જે ૮ જણનું ગ્રુપ ગયું છે એમાં ૬ ગુજરાતીઓ છે

25 February, 2025 07:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લદ્દાખમાં જ્યાં યુદ્ધો થયાં હતાં એ ગલવાન ઘાટી અને કારગિલની યુદ્ધભૂમિ પર લોકો જઈ શકશે.

યુદ્ધભૂમિઓ પર પાંગરેલી શૌર્યગાથાઓના ઇતિહાસને નજરોનજર માણવાનું ટૂરિઝમ

રક્ષાપ્રધાન રાજનાથ સિંહે ૭૭મા આર્મી દિને ભારતના સમૃદ્ધ ઐતિહાસિક વારસાને ઉજાગર કરતી ‘રણભૂમિ-ઍપ’ અને ‘ભારત રણભૂમિ દર્શન’ વેબસાઇટ લૉન્ચ કરી છે.

23 February, 2025 04:32 IST | Mumbai | Sameera Dekhaiya Patrawala

ફોટા

જમ્મુ અને કાશ્મીરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું Z-Morh ટનલનું ઉદ્ઘાટન (તસવીરો: મિડ-ડે)

પીએમ મોદીએ જમ્મુ અને કાશ્મીરમાં Z-Morh ટનલનું ઉદ્ઘાટન કર્યું, જુઓ તસવીરો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જમ્મુ અને કાશ્મીરમાં સ્થિત સોનમર્ગમાં નવનિર્મિત Z-Morh ટનલનું ઉદ્ઘાટન કર્યું. (તસવીરો: મિડ-ડે)

13 January, 2025 06:35 IST | Srinagar | Gujarati Mid-day Online Correspondent
આકાશ રંગબેરંગી

૨૦ વર્ષ બાદ સૌથી મોટા સોલર સ્ટૉર્મને કારણે ઠેકઠેકાણે નૉર્ધર્ન લાઇટ્સનાં દર્શન

એવું પણ કહેવાઈ રહ્યું છે કે આને કારણે ઇન્ટરનેટ અને ફોન સર્વિસને અસર થઈ શકે છે. આ સાથે જ સ્ટૉર્મની અસર આગામી બે-ચાર દિવસ સુધી રહેશે તેવી પણ સંભાવના છે. વિશ્વમાં ૨૦ વર્ષ બાદ ગઈ કાલે સૌથી મોટું સોલર સ્ટૉર્મ પૃથ્વી પર ટકરાયું હતું જેને કારણે દુનિયાના અનેક દેશોમાં આકાશ રંગબેરંગી દેખાયું હતું.

12 May, 2024 09:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રક્ષા મંત્રી રાજનાથ સિંહે રવિવારે લેહમાં ભારતીય જવાનો સાથે ઊજવી ધુળેટી

રક્ષા મંત્રી રાજનાથ સિંહે લેહમાં જવાનો સાથે ઊજવી ધુળેટી, જુઓ તસવીરો

રક્ષા મંત્રી રાજનાથ સિંહે રવિવારે લેહમાં ભારતીય સશસ્ત્ર દળના જવાનો સાથે રંગોના તહેવાર હોળીની ઉજવણી કરી હતી. ( તમામ તસવીરો : રાજનાથસિંહનું ઓફિશિયલ એક્સ અકાઉન્ટ)

24 March, 2024 05:42 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
ઝંસ્કાર રિવર - તસવીર ધર્મિષ્ઠા પટેલ

ચાલો ફરવાઃ તે દિવસે મહેશ અને તેન્ઝિંગ મારી આસપાસ ન હોત તો? કલ્પના માત્ર પણ...

ચાદર ટ્રેકના છેલ્લા આકર્ષણ નેરાક વોટર ફોલ માટે અમે પ્રયાણ કર્યુ. ઉદાસ મન સાથે થયેલી આજના દિવસની શરુઆત ટ્રેકિંગમાં સમયસર ન રહેવું કેટલુ ભારે પડી શકે છે તેના પાઠ આખા ગ્રુપને ભણાવવા તૈયાર હતી. નાઈટ ટ્રેકિંગના અણધાર્યા અનુભવો કરાવવા તૈયાર હતી. બીજી તરફ મારો ભેટો એક એવી આફત સાથે થવાનો હતો જેના વિચારથી હું આજે પણ હચમચી જાવ છું. જો ત્યારે મહેશ અને તેન્જીગે મને બચાવી ન હોત તો? આ સવાલ આજે પણ મને ડરાવે છે. ટ્રેકના આ છેલ્લા ભાગમાં વાંચો કે મારી સાથે શું થયું હતુ. તેમજ ભારતીય સેના સાથે આમ ઓચિંતા કરવા મળેલા લોહરી સેલિબ્રેશનના અનુભવો સાથે પૂર્ણ થયેલા મારા ટ્રેકના અનુભવો. ચાલો ફરવાઃ જ્યારે એક પત્રકાર ટ્રેકર બને ત્યારે- એક ખાસ નવી પેશકશ ગુજરાતી મિડ-ડે ડૉટ કોમના વાચકો માટે.  ધર્મિષ્ઠા પટેલ, એક ધુંઆધાર પત્રકાર રહી ચુક્યાં છે. તે જેમ કહે છે કે ઘરની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી એટલે બહુ પ્રવાસ ન ખેડ્યો. પત્રકારત્વમાં રસ પડ્યો અને થયું કે પત્રકાર બને તો ટ્રાવેલિંગ કરવા પણ મળશે. ગુજરાતના પત્રકારત્વમાં ટ્રાવેલ જર્નાલિઝમ જેવું કંઈ નહોંતુ. એન્ટરટેઈમેન્ટ રિપોર્ટિંગ દરમિયાન અલગ અલગ શહેરમાં જવાનો મોકો મળતો ત્યારે તે જે તે શહેરમાં જરા રોકાણ લંબાવી તે સ્થળને એક્સપ્લોર કરતાં. 2013 અને 2014માં બે વાર ‘વેલી ઑફ ફ્લાવર્સ’નો ટ્રેક બુક કર્યો પણ ઉત્તરાખંડમાં તે જ જગ્યાએ ભૂસ્ખલન થયું હતુ તો બન્ને વાર ટ્રેક કેન્સલ થયો. ` તેમના જ શબ્દોમાં તેમની વાત જાણીએ તો, “ એક સમય એવો આવ્યો કે હું પત્રકારત્વના કામમાં એટલી વ્યસ્ત થઈ કે આ શોખ જાણે ક્યારે અભરાઈએ મુકાઈ ગયો ખબર ન પડી. તમે ખરા દિલથી કંઇ ચાહો તે એ થાય જ, એ માટે પરિસ્થિતિઓ પણ સર્જાય. કામની વ્યસ્તતાએ એવી સ્થિતિ સર્જી કે મને કામમાંથી બ્રેક લેવાનું મન થયું. ત્યારે વર્ષોથી મનના ક્યાંય ખૂણામાં પડેલી ટ્રેકિંગની ઈચ્છાને ફરી પુરી કરવાનું મન થયું.” તેઓ કહે છે, “મેં જ્યાં શોખને છોડ્યો હતો ત્યાંથી જ શરુ કર્યો એટલે કે ‘વેલી ઑફ ફ્લાવર્સ ’વર્ષ 2017માં મેં મારો પહેલો હિમાલયન ટ્રેક ‘વેલી ઑફ ફ્લાવર્સ’ કમ્પ્લિટ કર્યો. ત્યારે મને ટ્રાવેલિંગ જેટલી જ કદાચ એના કરતા વધુ મજા પડી. કેમ કે ટ્રેકિંગમાં થોડી ધણી ચેલેન્જ હોય છે. આ રીતે મે ટ્રેકિંગ શરુ કર્યુ. ટ્રેકિંગના શોખને લીધે મે હિમાલયન માઉન્ટેનયરિગં ઈન્સ્ટિટ્યુટ (એચએમઆઈ) માંથી બેઝિક માઉન્ટેનયરિંગનો કોર્સ પણ કર્યો. તાજેતરમાં જ મેં માઉન્ટ રીનોક એક્સપિડિશન પણ કમ્પલિટ કર્યુ છે.” ધર્મિષ્ઠા પટેલે વર્ષ 2009માં મે ગુજરાત વિદ્યાપીઠમાંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમમાં માસ્ટર કર્યું. વર્ષ 2010થી 2022 દરમિયાન અભિયાન મેગેઝિન, સંદેશ અને દિવ્ય ભાસ્કર ન્યૂઝ પેપરમાં રિપોર્ટર તરીકે ફીચર, એન્ટરટેઈમેન્ટ, ક્રાઈમ, કોર્ટ, સ્પેશિયલ સ્ટોરી અને પૉઝિટીવ સ્ટોરીઝ જેવાં બીટમાં કામ કર્યુ. વીટીવી વેબસાઈટમાં મે એઝ સબએડિટર નેશનલ અને ઈન્ટરનેશન ન્યૂઝ બીટ સંભાળીને જ્યારે મુંબઇ શિફ્ટ થયા પછી વીટીવી માટે ફ્રિલાન્સ કામ કર્યું. હાલ ફુલટાઈમ એક જ નોકરી કરે છે તે છે - ટ્રાવેલિંગ. તેમણે પોતાના આ અનુભવો ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે શૅર કરવાનું નક્કી કર્યું છે. તેમની કહાની, તેમની જુબાની અને તેમના કેમેરાએ ક્લિક કરેલી અફલાતુન તસવીરો પેશ છે ખાસ તમારે માટે. (તસવીરો - ધર્મિષ્ઠા પટેલ)

27 January, 2023 11:30 IST | Mumbai | Dharmishtha Patel

વિડિઓઝ

MEAએ બ્રહ્મપુત્રા હાઇડ્રો પ્રોજેક્ટ માટે ચીનને વિનંતી કરી

MEAએ બ્રહ્મપુત્રા હાઇડ્રો પ્રોજેક્ટ માટે ચીનને વિનંતી કરી

ચીનના ડેમ પ્રોજેક્ટ પર, MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, “અમે ચીનના તિબેટ સ્વાયત્ત ક્ષેત્રમાં યારલુંગ ત્સાંગપો નદી પરના હાઇડ્રોપાવર પ્રોજેક્ટ અંગે 25 ડિસેમ્બર 2024ના રોજ સિન્હુઆ દ્વારા જાહેર કરેલી માહિતી જોઈ છે. નદીના પાણી પર પ્રસ્થાપિત વપરાશકર્તા અધિકારો સાથે નદીના નીચા પ્રદેશના રાજ્ય તરીકે, અમે નિષ્ણાત-સ્તર તેમજ રાજદ્વારી માધ્યમો દ્વારા, તેમના પ્રદેશમાં નદીઓ પરના મેગા પ્રોજેક્ટ્સ અંગે ચીનના પક્ષ સમક્ષ અમારા મંતવ્યો અને ચિંતાઓ સતત વ્યક્ત કરી છે. તાજેતરના અહેવાલને પગલે પારદર્શિતા અને ડાઉનસ્ટ્રીમ દેશો સાથે પરામર્શની જરૂરિયાત સાથે આનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે. ચીનના પક્ષને એ સુનિશ્ચિત કરવા વિનંતી કરવામાં આવી છે કે બ્રહ્મપુત્રાના ડાઉનસ્ટ્રીમ રાજ્યોના હિતોને અપસ્ટ્રીમ વિસ્તારોની ગતિવિધિઓથી નુકસાન ન થાય. અમે નિરીક્ષણ કરવાનું ચાલુ રાખીશું અને અમારા હિતોના રક્ષણ માટે જરૂરી પગલાં લઈશું." હોટન પ્રીફેક્ચરમાં ચીનની બે નવી કાઉન્ટીઓ વિશે, MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, “અમે ચીનના હોટન પ્રીફેક્ચરમાં બે નવી કાઉન્ટીઓની સ્થાપના સાથે સંબંધિત જાહેરાત જોઈ છે. આ કહેવાતા કાઉન્ટીઓના અધિકારક્ષેત્રના ભાગો ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં આવે છે. અમે આ વિસ્તારમાં ભારતીય ક્ષેત્ર પર ગેરકાયદેસર ચીની કબજો ક્યારેય સ્વીકાર્યો નથી. નવી કાઉન્ટીઓનું નિર્માણ ન તો આ વિસ્તાર પરના આપણા સાર્વભૌમત્વને લગતી ભારતની લાંબા ગાળાની અને સુસંગત સ્થિતિ પર અસર કરશે અને ન તો તેના પર ચીનના ગેરકાયદે અને બળજબરીપૂર્વકના કબજાને કાયદેસરતા આપશે. અમે રાજદ્વારી માધ્યમો દ્વારા ચીની પક્ષ સામે ગંભીર વિરોધ નોંધાવ્યો છે.”

04 January, 2025 06:32 IST | New Delhi
લેહ અને લદ્દાખમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે અશાંતિ શા માટે?

લેહ અને લદ્દાખમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે અશાંતિ શા માટે?

લદ્દાખ, તેના શિખરો, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ માટે જાણીતો પ્રદેશ છે. દેશની વર્તમાન રાજકીય અરાજકતા વચ્ચે, સોનમ વાંગચુક જેવા લોકોના અવાજોને શાંત કરવામાં આવી રહ્યા છે, અને લદ્દાખના લોકોના અવાજને દબાવવામાં આવી રહ્યા છે. લદ્દાખ અનેક મુદ્દાઓથી ઘેરાયેલું છે. લદ્દાખના લોકો માટે ખરેખર આગળ શું છે તે હજુ પણ એક મોટો પ્રશ્ન છે!

12 April, 2024 07:04 IST | Leh
Article 370 verdict: વિપક્ષના વલણ બદલ અમિત શાહે કર્યા આકરા પ્રહાર

Article 370 verdict: વિપક્ષના વલણ બદલ અમિત શાહે કર્યા આકરા પ્રહાર

Article 370 verdict: CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની 5 ન્યાયાધીશોની બેન્ચે કલમ 370નો ચુકાદો સંભળાવ્યો અને કલમ 370ને "ટેમ્પરરી પ્રોવિઝન" ગણાવી. ગૃહમંત્રી અમિત શાહે SCના ચુકાદાનું સ્વાગત કર્યું છે. આ નિર્ણયની વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે આર્ટિકલ પરના તેમના વલણને લઈને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.

12 December, 2023 10:59 IST | New Delhi
BRO દ્વારા પૂર્વીય લદ્દાખના ન્યોમામાં વિશ્વનું સૌથી ઊંચું ફાઇટર એરફિલ્ડ બંધાશે!

BRO દ્વારા પૂર્વીય લદ્દાખના ન્યોમામાં વિશ્વનું સૌથી ઊંચું ફાઇટર એરફિલ્ડ બંધાશે!

ઊંચાઈવાળા વિસ્તારોમાં સંરક્ષણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવાના એક મોટું પગલું લેવાયું છે. BRO પૂર્વી લદ્દાખના ન્યોમા ક્ષેત્રમાં વિશ્વના સૌથી ઊંચા ફાઈટર એરફિલ્ડનું નિર્માણ કરવામાં આવશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે 12 સપ્ટેમ્બરે વર્ચ્યુઅલ રીતે ન્યોમા એરફિલ્ડનો શિલાન્યાસ કર્યો હતો. BRO ચીફ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ચૌધરીએ કહ્યું હતું કે ભારત આગામી બેથી ત્રણ વર્ષમાં ચીનને હરાવી દેશે.

13 September, 2023 01:06 IST | Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK