Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં રિલાયન્સ ફાઉન્ડેશનના વનતારામાં ૫૦ દીપડા મોકલશે મહારાષ્ટ્ર

ગુજરાતમાં રિલાયન્સ ફાઉન્ડેશનના વનતારામાં ૫૦ દીપડા મોકલશે મહારાષ્ટ્ર

Published : 07 March, 2026 11:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ નિર્ણય વનવિભાગ દ્વારા મહાકાય પ્રાણીઓના સંરક્ષણ-પ્રયાસોને મજબૂત બનાવવાના ઉદ્દેશથી લેવામાં આવ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્ર સરકારે ગુજરાતના જામનગરસ્થિત રિલાયન્સ ફાઉન્ડેશનના વનતારા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ઍન્ડ કન્ઝર્વેશન સેન્ટરમાં ૫૦ દીપડા મોકલવાનો નિર્ણય લીધો છે એમ રાજ્યના ફૉરેસ્ટ મિનિસ્ટર ગણેશ નાઈકની નજીકનાં સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું.

આ નિર્ણય વનવિભાગ દ્વારા મહાકાય પ્રાણીઓના સંરક્ષણ-પ્રયાસોને મજબૂત બનાવવાના ઉદ્દેશથી લેવામાં આવ્યો હતો, જ્યારે મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં માનવ-દીપડાની વધતી જતી ક્રિયા-પ્રતિક્રિયા સંબંધિત ચિંતાઓને પણ દૂર કરવાનો હતો એમ જણાવતાં સૂત્રોએ કહ્યું હતું કે ગણેશ નાઈક અને વનતારા મૅનેજમેન્ટ વચ્ચે ચર્ચા કર્યા પછી આ વ્યવસ્થાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. વનતારા સાથે કો-ઑર્ડિનેટ કર્યા બાદ વનવિભાગ દ્વારા દીપડાઓના સ્થાનાંતરણની સમયરેખા અને પદ્ધતિઓ વિશે વધુ વિગતોને અંતિમ સ્વરૂપ આપવામાં આવે એવી અપેક્ષા છે.


Whatsapp-channel Whatsapp-channel

07 March, 2026 11:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK