Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પશ્ચિમ બંગાળમાં મતદારયાદીના ડ્રાફ્ટમાંથી ૫૮.૨૦ લાખ વોટરોનાં નામ કપાયાં

પશ્ચિમ બંગાળમાં મતદારયાદીના ડ્રાફ્ટમાંથી ૫૮.૨૦ લાખ વોટરોનાં નામ કપાયાં

Published : 17 December, 2025 11:58 AM | IST | West Bengal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજસ્થાનમાં ૪૧.૮૫ લાખ અને પૉન્ડિચેરીમાં ૮૫,૦૦૦ મતદાતાઓનાં નામ ડિલીટ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ચૂંટણીપંચે મંગળવારે પશ્ચિમ બંગાળની  મતદારયાદીના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)નું ડ્રાફટ-લિસ્ટ જાહેર કર્યું હતું. રાજ્યમાંથી ૫૮,૨૦,૮૯૮ મતદાતાઓનાં નામ હટાવવામાં આવ્યાં છે. એમાંથી ૨૪,૧૬,૮૫૨ મતદાતાઓ મૃત્યુ પામ્યા છે, જ્યારે ૧૯,૮૮,૦૭૬ મતદાતાઓ સ્થાયી રૂપથી સ્થળાંતર કરીને બીજે ચાલ્યા ગયા છે. આ ઉપરાંત ૧૨,૨૦,૦૩૮ મતદાતાઓ ગુમ છે અને ૧,૩૮,૩૨૮ મતદાતાઓ ડુપ્લિકેટ અથવા તો નકલી છે. આ ઉપરાંત ૫૭,૬૦૪ લોકોનાં નામ અન્ય કારણોસર મતદારયાદીમાંથી હટાવવાનો પ્રસ્તાવ છે. જેમનું નામ હટાવવામાં આવ્યું છે તેઓ ફૉર્મ-૬ ભરીને દસ્તાવેજો સાથે હજીયે મતદાતાયાદીમાં નામ નોંધાવવાનો દાવો કરી શકે છે. 

હવે ઘરે-ઘરે જઈને મતદાતાની જાણકારી એકઠી કરવાનું કામ પૂરું થઈ ગયું છે. હવે કોઈ સમસ્યા હોય તો એની સુનાવણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. SIRનો આ બીજો તબક્કો ૨૦૨૬ના ફેબ્રુઆરી મહિના સુધી ચાલશે અને ફાઇનલ વોટર-લિસ્ટ ૧૪ ફેબ્રુઆરીએ બહાર પડશે.



પૉન્ડિચેરીમાં ૮૫,૦૦૦ નામ હટાવ્યાં
ગઈ કાલે પૉન્ડિચેરીની મતદાતા યાદીનો ડ્રાફ્ટ બહાર પડ્યો હતો. પૉન્ડિચેરીમાં કુલ ૭.૬૪ લાખ મતદાતાઓ નોંધાયા છે. અહીં યાદીમાંથી ૮૫,૦૦૦ નામો હટાવવામાં આવ્યાં છે. અહીં નવાં ૧૧૦ મતદાન કેન્દ્રો જોડવામાં આવ્યાં છે. 


રાજસ્થાનમાં ૪૧.૮૫ લાખ નામ હટાવ્યાં 
રાજસ્થાનમાં પણ ગઈ કાલે SIRનો ડ્રાફ્ટ બહાર પાડ્યો હતો. અહીં મતદારયાદીમાંથી ૪૧.૮૫ લાખ નામ હટાવવામાં આવ્યાં છે. ૨૯.૬ લાખ મતદાતાઓ કાયમી ધોરણે શિફ્ટ થયા હોવાથી અથવા તો ગેરહાજર રહેતા હોવાથી હટાવવામાં આવ્યા છે. ૮.૭૫ લાખ મતદાતાઓ મૃત્યુ પામ્યા હોવાથી યાદીમાંથી બાદ થયા છે અને ૩.૪૪ લાખ વોટર્સનાં નામ ડુપ્લિકેટ હોવાથી દૂર કરવામાં આવ્યાં હતાં. રાજસ્થાનમાં પહેલાં ૫૨,૨૦૧ પોલિંગ-બૂથ હતા જે હવે વધીને ૬૧,૧૩૬ થઈ ગયાં છે.


Whatsapp-channel Whatsapp-channel

17 December, 2025 11:58 AM IST | West Bengal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK